ગુજરાતથી નરેન્દ્ર મોદીને મળશે પોસ્ટકાર્ડમાં કાળા રૂમાલઃ AAP મહિલા નેતાઓની અટકાયત
જુનાગઢઃ ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડને લઈને દેશની પહેલવાન દીકરીઓ છેલ્લા મહિના કરતા વધુ સમયથી લડી રહી છે. સરકારી તંત્ર દ્વારા મહિલા ખેલાડીઓને જંતરમંતરથી એવી…
ADVERTISEMENT
જુનાગઢઃ ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડને લઈને દેશની પહેલવાન દીકરીઓ છેલ્લા મહિના કરતા વધુ સમયથી લડી રહી છે. સરકારી તંત્ર દ્વારા મહિલા ખેલાડીઓને જંતરમંતરથી એવી રીતે અપમાનીત કરાઈ હતી કે જાણે કે તે દીકરીઓએ ક્યારેય દેશને દુનિયામાં સન્માનિયતા અપાવવામાં યોગદાન આપ્યું જ ના હોય. આખરે દીકરીઓએ મેડલ ગંગામાં વહેવડાવવાના પણ પ્રયત્ન કર્યા પરંતુ હજુ સુધી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. દરમિયાનમાં જુનાગઢમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓએ નરેન્દ્ર મોદીને પોસ્ટ કવરમાં કાળા રૂમાલ મોકલવાની તૈયારી કરી છે. પાર્ટીનું કહેવું છે કે ગુનેગારોને છાવરવાના વલણનો વિરોધ કરવા સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસે તેમની અટકાયત કરી હતી.
@AAPGujarat का “ब्लेक रूमाल अभियान-पहेलवान बेटियो के नाम” अभियान के भाग रूप आज हम जूनागढ़ की आम जानता के बीच गये थे लेकिन डरी हुई भाजपा ने तंत्र का दूर उपयोग करके हम सबको अरेस्ट कर लिया ओर थाने लेके गये लेकिन हम भाजपा की सुरपंखाओ की तरह कदापि चुप नहीं बेठ सकते , हम
श्री… pic.twitter.com/8SQEUCvGvx— Reshma Patel (@reshmapatel__) June 5, 2023
શું ચાલી રહ્યું છે મહિલા પહેલવાનોના મામલામાં?
દેશમાં મહિલા પહેલવાનો સાથે કથિત રૂપથી યૌન શોષણના મામલે સુપ્રીમ કોર્ટમાં લડ્યા પછી ફરિયાદ દાખલ કરવામાં આવી. સકારી તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવાને બદલે કમિટિની રચના પર લાંબો સમય સુધી મામલાને ખેંચાયો, છતાં કે આ મામલામાં એક સગીર વયની દીકરીની ફરિયાદ પણ શામેલ છે, ઘણા અખબારોએ તેના કવરેજમાં ગંભીર આક્ષેપોને ઉજાગર કર્યા છે. જોકે હમણા અન્ય ઘણા માધ્યમોમાં ઉચ્ચ નેતાગીરી નારાજ છે તેને લઈને પ્રોપેગેંડા ચલાવાઈ રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી છે. ઉચ્ચ નેતાગીરીની આ મામલામાં છબી ખરડાતા હવે છબી સાફ કરવા માટે નારાજ છે અને ટુંક સમયમાં એક્શન લેવાશે તેવી વાતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે આ રીતે મહિનાઓ સુધી એક્શન નહીં લેનાર સરકાર હવે એક્શનના જોર પર છબી સાફ કરી લેશે.
ADVERTISEMENT
ભારતની અમેરિકાને ચોખ્ખી ચેતવણી, આતંકવાદી દેશ પાકિસ્તાનને હથિયારો ન વેચી શકાય
જુનાગઢમાં મહિલા નેતાઓએ શું કર્યું?
જુનાગઢ શહેરમાં પંચહાટડી ચોક ખાતે આવેદનપત્રમાં સહી કરવામાં આવી રહી હતી ત્યારે આપ જુનાગઢના કાર્યકરોની અટકાયત કરી જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આપ મહિલા નેતા રેશ્મા પટેલે કહ્યું કે, દેશને ગૌરવ અપાવી મેડલ જીતનાર હિન્દુસ્તાની મહિલા દીકરીઓ ઘણા દિવસોથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ગિરફતારી માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે આપ જુનાગઢ મહાનગર મહિલા વિંગ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કવરમાં કાળા રૂમાલ પોસ્ટ કરી અને ગુનેગારને છાવરવાના વલણનો વિરોધ કરવા સાથે સન્માનનીય મહિલા પહેલવાનોની માંગણી પૂર્ણ કરવા અંગેનું આવેદન મોકલવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. જેમાં રેશ્મા પટેલ – પ્રદેશ પ્રમુખ મહિલા વિંગ, આપ, સ્વાતિ લખાણી, કલ્પના પુરોહિત, આશા હરણ, પ્રફુલભાઈ મોણપરા, અનિલ કાછડીયા, કનુ બોરીચા, પ્રવીણ મકવાણા સહિતના સ્થાનીક હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT