યુવરાજસિંહનું અધૂરું સપનું પૂરું કરશે AAP! પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા લીધો મોટો નિર્ણય
અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતીમાં થતી ગેરરીતિ અને પેપર ફોડવાના બનાવોને લોકો સમક્ષ લાવનારા વિદ્યાર્થી નેતા હાલમાં જેલમાં બંધ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી યુવરાજસિંહ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતીમાં થતી ગેરરીતિ અને પેપર ફોડવાના બનાવોને લોકો સમક્ષ લાવનારા વિદ્યાર્થી નેતા હાલમાં જેલમાં બંધ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી યુવરાજસિંહ જાડેજાનું અધૂરું સપનું પૂરું કરવામાં લાગી હોય તેમ પરીક્ષામાં થતી કોઈપણ ગેરરીતિ મામલે સરકારને ઘેરવા સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવા માટે એક હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવશે.
AAPના યુવા નેતા સામંત ગઢવી આજે અમદાવાદમાં પાર્ટી પ્રદેશ કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. જેમાં તેઓ પેપર ફૂટવાની ઘટના કે અન્ય કોઈ ગેરરીતિથી સંબંધિત માહિતી કોઈ વિદ્યાર્થી આપવા માગે તો આ માટે હેલ્પલાઈન નંબર સાંજે 4 વાગ્યે જાહેર કરશે. આ નંબર પર કોઈપણ વિદ્યાર્થી તેની પાસે રહેલી માહિતીની જાણકારી આપી શકે છે. AAPની આ પ્રેસ કોન્ફરન્સમાં સામંત ગઢવી તથા પ્રદેશ કાર્યકારી પ્રમુખ જ્વેલબેન વસરા હાજર રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT