AAPના માંગરોળના ઉમેદવાર પિયૂષ પરમાર કોણ છે? જાણો તેમને ટિકિટ કેમ મળી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. પાર્ટીએ અત્યારસુધી પોતાના 19 ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. જેમાંથી માંગરોળ બેઠક પરથી પિયુષ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ચલો આપણે પિયુષના કોંગ્રેસથી આમ આદમી પાર્ટી પહોંચવા સુધીની સફર તથા કરેલા કાર્યો પર નજર કરીએ…

પિયુષ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા. તેઓ કોંગ્રેસના નિરૂત્સાહી વલણ અને યુવા કાર્યકર્તાઓની અવગણનાથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એપ્રિલ 2022 દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેવામાં હવે પાર્ટીએ પિયુષ પરમારને ટિકિટ આપી સક્રિય રાજકારણમાં મોટી તક આપી દીધી છે. પિયુષ પરમાર 30 વર્ષના છે અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે.

ADVERTISEMENT

પિયુષ પરમારની રાજકીય કારકિર્દીની સફર

  • પૂર્વ યુથ કોંગ્રેસના પ્રમુખ વિધાનસભા (2 ટર્મ)
  • માળીયાહાટીના તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા
  • જુના ગાળોદર ગ્રામપંચાયતનાં પૂર્વ સરપંચ
  • માળીયાહાટીના તાલુકા પંચાયતનાં સભ્ય

પિયુષ પરમારે આ મુદ્દાઓ ઉઠાવ્યા
વીજળીના મુદ્દા પર પિયુષ પરમારે એક લડાયક નેતા તરીકે પોતાની છાપ ઉભી કરી દીધી છે. આની સાથે પોલીસ આંદોલન ઉભું કરવામાં પણ પિયુષનો મહત્ત્વપૂર્ણ ફાળો જોવા મળ્યો હતો. આની સાથે જ કોવિડ સમયે સમગ્ર વિધાનસભામાં ગરીબ લોકોને દરરોજ શાકભાજીનું વિતરણ કરીને પિયુષે લોકોને મદદ કરી હતી. તેઓ માંગરોળ બેઠકમાં કોળી જ્ઞાતિની સાથે ક્ષત્રિયોની બેઠક ગણાતા સમાજના યુવા નેતા તરીકે છાપ છોડી ચૂક્યા છે.

ADVERTISEMENT

ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા
પિયુષ પરમાર આની સાથે યુવા નેતાની છાપ અને અસરને લીધે કોંગ્રેસ પાર્ટી છેલ્લી 2 ચૂંટણી જીતી શકી છે. એટલું જ નહીં પિયુષ પરમાર સતત ધાર્મિક કાર્યો કરતા આવ્યા છે. તેમણે સાતમ-આઠમના તહેવારોમાં 50 ટકા ઓછા ભાવ સાથે મિઠાઈ અને ફરસાણ વેચતા આવ્યા છે. જેના કારણે તેમની છાપ લોકોમાં ઘણી સારી છે. હવે આ ચૂંટણીમાં પ્રજા કોની સાથે હશે એ જોવાજેવું રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT