હોટલના વિડીયો વાયરલ થયા બાદ AAP ના ધારાસભ્યએ આપ્યું નિવેદન, જાણો શુ કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: પ્રમાણિકતા અને સેવાભાવી હોવાની વાતો કરતી આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની એક હોટેલમાં મહિલા સાથે રૂમમાં પ્રવેશતા હોય તેવો સીસીટીવી ના વીડિયો વાયરલ થતાં ભૂપત ભાયાણી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. પરંતુ જૂનાગઢથી ગુજરાત તક સાથે વાત કરતા ભૂપત ભાયાણી એ કહ્યું કે “હું રસ્તામાં છું, અને જૂનાગઢ જ આવી રહ્યો છું. મારી લીગલ ટીમ સાથે વાત કરી ને મીડિયા ને મળીશ. હાલ આ વીડિયો અંગે કશું જ કહેવા માંગતો નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મેળવી છે. આ દરમિયાન વિસાવદર બેઠકના ધારાસભ્ય ચૂંટાયા બાદથી જ સતત ચર્ચામાં રહે છે. ચૂંટણી જીત્યા બાદ તુરંત ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ઉઠી હતી. ધારાસભ્ય ભૂપત ભાયાણી એ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ને હરાવી આમ આદમી પાર્ટી માંથી જીત મેળવી હતી.લોકોની સેવા માટે 108 તરીકે ઓળખાતા ભૂપતભાઈ જીત્યા ત્યારે ભેસણમાં વિશાળ સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

હવે ફરી એક વખત મહિલા સાથે વીડિયો વાયરલ થતાં ભૂપત ભાઈ વિવાદમાં આવ્યા છે. જો કે હજુ સુધી આ વીડિયો અંગે તેમણે કોઈ ખુલાસો નથી આપ્યો. સૌ કોઈ જાણવા માંગે છે કે આ વિવાદમાં શું છે? આમ આદમી પાર્ટી કોઈ એક્શન લેશે કે નહિ? પણ હાલ તો વીડિયો વાયરલ થતાં ભૂપત ભાઈ છીપતા ફરે છે એ જોઈ લોકોમાં શંકા ફેલાતી જાય છે ! નાગઢથી ગુજરાત તક સાથે વાત કરતા ભૂપત ભાયાણી એ કહ્યું કે “હું રસ્તામાં છું, અને જૂનાગઢ જ આવી રહ્યો છું. મારી લીગલ ટીમ સાથે વાત કરી ને મીડિયા ને મળીશ. હાલ આ વીડિયો અંગે કશું જ કહેવા માંગતો નથી.

ADVERTISEMENT

જાણો શું છે મામલો
વાયરલ થયેલા વીડિયોમાં  ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિ ગુજરાતના જૂનાગઢના વિસાવદર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણીએ પ્રવેશ કર્યો છે. રજિસ્ટરમાં તેમનું નામ તે પૂર્ણ કરી રહ્યા છે અને તેમની સાથે એક મહિલા ઊભી છે જેણે તેનો ચહેરો સ્કાર્ફથી ઢાંક્યો છે. રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા પછી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તે મહિલા સાથે ગેસ્ટ હાઉસના રૂમ તરફ જાય છે અને થોડા સમય પછી તે મહિલાનો પતિ પણ તેમને આજે ગેસ્ટહાઉસમાં ધમકી આપે છે.

આ દ્રશ્ય જોઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી ઉતાવળે મોઢું રૂમાલથી છુપાવીને ગેસ્ટ હાઉસની બહાર નીકળી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો 8 જૂન 2023નો છે. સૂત્રોનું માનીએ તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણી સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા સૂરજ ગેસ્ટ હાઉસના રૂમમાં લગભગ 50 મિનિટ રોકાયા હતા. ભાડું પણ ચૂકવી દીધું હતું. પરંતુ તેની સાથે આવેલા મહિલાનો પતિ ગેસ્ટહાઉસમાં પહોંચતા જ ધારાસભ્ય હોશ ગુમાવી બેસે છે અને પોતાની ઈજ્જત બચાવવા ચુપચાપ રૂમાલ વડે મોઢું ઢાંકીને ચાલ્યા જાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે પહોંચ્યાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT