AAP ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી, CM કેજરીવાલની મોટી જાહેરાત
Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે…
ADVERTISEMENT
Arvind Kejriwal Gujarat Visit: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ લોકસભાની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.
…તો જેલમાંથી લડશે ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જો ચૈતર વસાવાને ષડયંત્ર રચીને જેલમાંની બહાર ન આવવા દીધાં તો તેઓ જેલમાંથી પણ લોકસભાની ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી તરફથી @Chaitar_Vasava ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 🔥🔥
– @ArvindKejriwal #ReleaseChaitarVasava pic.twitter.com/AMf1LuDyI0
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
ADVERTISEMENT
સાંજે 7 વાગ્યે પ્રદેશ આગેવાનો સાથે બેઠક
આપને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે 7 વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે. આ બાદ તેઓ આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.
કોણ છે ચૈતર વસાવા?
– ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે
– ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી.
– આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT