‘અમને શાંત રહેવા દો, રસ્તા પર ઉતર્યા તો સરકારને અઘરું પડશે’, સરેન્ડર પહેલા Chaitar Vasavaની સરકારને ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chaitar Vasava News: ગુજરાતના આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થયા છે. ચૈતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી ફરાર હતા. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. ચૈતર વસાવાના આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.

‘અમે રસ્તા પર ઉતર્યા તો સરકારને અઘરું પડશે’

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવાએ કહ્યું કે, મારા પર કેસ કરે, મારા પત્નીને પણ જેલમાં લઈ જાય. તે લોકોને કહેવા માગીએ છીએ કે આદિવાસી અમે શાંત છીએ. અમને શાંતિથી રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રોસેસ અને સરકારને અઘરું પડશે. પોલીસને પણ નમ્ર વિનંતી કરું છું. અમે તમને સરેન્ડર કરવા સામેથી આવ્યા છીએ.

ADVERTISEMENT

કાર્યકરોને પોલીસ સાથે ઘર્ષણ ન કરવા સમજાવ્યા

એટલે કોઈપણ કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવાનું છે અને સરેન્ડર થઈશું. હું ચૈતર વસાવા અને મારો પરિવાસ તમામ લોકોને ન્યાય અપાવવા છેલ્લે સુધી લડીશું. મને ગુજરાત અને દેશની ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો છે.

    follow whatsapp

    ADVERTISEMENT