Chaitar Vasava: AAPના ઘારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત, 40 દિવસ બાદ મળ્યા જામીન
AAP MLA Chaitar Vasava bail: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા…
ADVERTISEMENT
AAP MLA Chaitar Vasava bail: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે 40 દિવસથી જેલમાં બંધ હતા જેની જમીન અરજી આજે મંજૂર થઈ છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે.
ચૈતર વસાવાને મળી રાહત
જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે તેઓ જેલમાંથી મુક્તિ આપવામાં આવશે. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.
કેજરીવાલે આપી શું પ્રતિક્રિયા?
થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ચૈતર વસાવાને લઈને કહ્યું હતું કે, આપના MLA ચૈતર વસાવાને ભાજપ સરકારે જુઠા અને નકલી કેસમાં પકડ્યા છે, તેને કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચૈતર વસાવાના પત્નિ શકુંતલા બેનને પણ ખોટી રીતે ફસાવ્યા છે. ભાજપને જનતા ગુજરાતમાંથી ઉખાડી ફેંકશે. ચૈતર વસાવા જનતા માટે લડે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે, એટલે તેમને જેલમાં નાંખી દીધા.
ADVERTISEMENT
કોણ છે ચૈતર વસાવા?
– ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે
– ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી.
– આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT