AAP ના ધારાસભ્ય ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી, ઇલેક્શન પિટિશન હાઇકોર્ટે રાખી માન્ય
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના થોડાક દિવસો પછી જ આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીના પક્ષ બદલવાની વાત સામે આવી હતી. જોકે…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના થોડાક દિવસો પછી જ આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીના પક્ષ બદલવાની વાત સામે આવી હતી. જોકે આપ ધારાસભ્યે આ વાત અફવા ગણાવી હતી અને લોકોની સલાહ પછી નિર્ણય કરવાની વાત કહી હતી. ચૂંટણી પછી તરત જ વિવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાની સામે હરેશભાઈ ડોબરીયા દ્વારા ઇલેક્શન પિટિશન કરતા નામદાર ગુજરાત હાઈ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે. ભૂપત ભાયાણીના ફોર્મ માં ઘણી ક્ષતિઓ હોવાછતાં ચુંટણી પંચે ફોર્મ સ્વીકાર્યું હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવાઈ છે .
ભેંસાણ ના ભૂપત ભાયાણી એ ચૂંટણી ફોર્મ ભરતી વખતે ફોર્મ તથા સોગંદનામાં ઉપર ખોટી માહિતી આપવા અને વિગતો છુપાવવા તેમજ ઘણી ક્ષતિઓ સામે આવતા ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. હરેશ ડોબરીયા નામના શખ્સ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે .અને હાઈ કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરતાં કહ્યું છે કે ફોર્મ ભરાયું તે દિવસે જ અમે ચુંટણી પંચને આ તમામ ભૂલ બતાવી છતાં ચુંટણી પંચ અધિકારીએ અમોને ફોન કરી જણાવ્યું કે ભૂપત ભય્યાની નું ફોર્મ સ્વીકારેલ છે.આથી જ એમને ફરજ પડી છે કે હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડશે. એક હિયરિંગ થઈ ચૂકી છે અને બીજી બે હોયરિંગ આગામી ફેબ્રુઆરી માં કોર્ટ દવારા રાખવામાં આવેલ છે ત્યારે ચુંટણી પંચ પર સવાલ ખડા થાય એવી આ ઘટના નો શું નિર્ણય આવે તે જોવાનું રહ્યું.
જ્યારે ચૂંટણી જાહેર થતાં પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારી દરમ્યાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ ઉમેદવારે નોંધાવ્યા બાદ તેજ દિવસે થોડા સમયમાંજ ઉમેદવારે રજૂ કરેલ સોગંદનામું ચૂંટણી અધિકારી દ્વારા ઓનલાઇન મૂકવામાં આવે છે. જે સોગંદનામું ઓનલાઇન થતાં હરેશભાઈ ડોબરીયા દ્વારા વિસાવદર વિધાનસભાના ઉમેદવારોનાં સોગંદનામાં ચકાસતા જેમાં આમા આદમી પાર્ટીના ઉમેદવાર ભુપેન્દ્રભાઈ ભાયાણીનાં સોગંદનામાં ઉપર નજર કરતા તેમાં ઘણી ખામીઓ જણાઈ હતી.
ADVERTISEMENT
ચૂંટણી અધિકારીએ આપ્યો હતો ઉડાવ જવાબ
આ મામલે હરેશભાઈ ડોબરીયા દ્વારા ચૂંટણીપંચ ની વોટર હેલ્પલાઇન ઉપર કંપ્લેન બોક્ષમાં જઈ જ્યાં જ્યાં ખામીઓ હતે તે વિગતે લખી અને સેન્ડ કરવામાં આવી. પરંતુ જ્યારે મારા મોબાઇલ નંબર ઉપર બપોરે 12:15 કલાકે વિસાવદર વિધાનસભાનાં નિમણુંક ચૂંટણી અધિકારી દ્વારા કોલ કરવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમારે આધાર પુરાવા સાથે ફોર્મ ચકાસણી દરમ્યાન હાજર રહેવું જોઈએ. જ્યારે આ બાબતે અમો દ્વારા કહ્યું કે સાહેબ અમોએ એક જાગૃત નાગરિક તરીકે ચૂંટણીપંચ નું ધ્યાન દોરવામાં આવેલ છે. ત્યારે સામેથી જવાબ આપવામાં આવેલ કે હવે કશું ના થઈ શકે દરેક ઉમેદવાર 11:30 વાગ્યે ફોર્મ ચકાસણી પૂરી થતાં જતા રહેલ છે. અને ફોર્મ બધાના માન્ય થઈ ગયેલ છે. આમ કહી ને ફોન કટ કર્યો હતો.
આ પણ વાંચો: અમરેલી પોલીસ એક્શન મોડમાં, હિસ્ટ્રીશીટરને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો
ADVERTISEMENT
હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા:
દ્વારા ઇલેક્શન કમિશન ને એક મેઈલ કરવામાં આવ્યો છતાં તેમનો કોઈ જવાબ ન મળતા અને ચૂંટણી પૂરી થતાં 8 મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થતાં વિસાવદર વિધાનસભામાં આમા આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા. પરંતુ અમો દ્વારા કરેલ અરજી ની કોઈ કાર્યવાહી નાં થતાં અમો ને ફરજ પડી કે હવે હાઇકોર્ટ નાં દ્વાર ખખડાવવા પડશે. આમ અમો દ્વારા વિસાવદર જઈને ફોર્મ તથા સોગંદનામાંની ખરી નકલો કઢાવી ને જરૂરી દસ્તાવેજો સાથે હાઈકોર્ટમાં એક્શન પીટીશન દાખલ કરવામાં આવી છે. જેનું પ્રથમ હિયરિંગ થયું છે. બસ હવે જોવું એ રહ્યું કે નામદાર હાઇકોર્ટ દ્વારા કેટલી ઝડપથી ચાલે છે. અને હવે શું નિર્ણય આવે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT