AAPના નેતા મનોજ સોરઠિયાએ ભાજપમાં પડી રહેલા રાજીનામાને લઈ લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો શું કહ્યું ?
સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની વધી રહેલી લોકપ્રિયતા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ત્યારે…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલની વધી રહેલી લોકપ્રિયતા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજનેતા પ્રદીપસિંહ વાઘેલા અને સુનિલ સોલંકીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે પ્રદીપસિંહ વાઘેલા પર ભ્રસ્ટાચારનો પણ આરોપ લાગ્યો છે. જેને લઇને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે? આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ.
આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાત ભાજપમાં બુથ કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ ભ્રસ્ટાચારમાં સંકળાયેલા હોઈ તેવુ લાગી રહ્યુ છે. ભાજપના ધર માંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે કંઈ ગંભીર રંધાઈ રહ્યુ છે. ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે. મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે. આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ. કટકી કરેલા પૈસા વસુસવા જોઈએ. વિપક્ષના નેતાઓને તો ખોટા કેસોમાં ફસાવીને પણ કાર્યવાહી કરવામાં આવે છે. ભાજપના આ બેવડું વલણ ગંભીર બાબત છે. જનતા ભાજપના આ ડબલ સ્ટાંડર્ડને ઓળખી ગઈ છે.
હમાણા હમણાં જ કેટલા કિસ્સાઓ બહાર આવ્યા જેમ કે
- લાંગા અને રુપાણી પાંજરાપોળ જમીન કાંડ
- ડૉ. ચગ આત્મહત્યા કાંડ
- વડોદરા મેયરના ભ્રષ્ટાચાર પત્રીકાકાંડ
- સિ આર પાટીલ 80 કરોડ ફંડ કાંડ
- પેન ડ્રાઈવ પત્રીકાકાંડ
- હમણાં જમીન કોંભાડમાં નામ આવતુ પ્રદિપ સિંહ ભ્રસ્ટાચાર કાંડ
ભાજપ પર ઉઠાવ્યા સવાલો
આ બધા કેસોની તપાસ કોણ કરશે ? કેમ ભ્રસ્ટાચારીઓની વિરુધ કાર્યવાહી કરવાને બદલે કાંડ બહાર લાવવાવાળા પર કાર્યવાહી કરવામાં આવે છે ? આમ આદમી પાર્ટીની માંગ છે તે આ તમામ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભાજપ ભ્રસ્ટ નેતાઓને બચાવવાનું બંધ કરે. અને કાર્યવાહી કરે
ADVERTISEMENT
ADVERTISEMENT