આપના નેતાએ સુરતની હોસ્પિટલમાં કર્યું સર્ચ ઓપરેશન, દારૂની ખાલી બોટલો ઝડપી 

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય આગેવાનો દેડકની જેમ, બહાર આવે છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની સંભાવના છે ત્યારે રાજકીય આગેવાનો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સભાઓ ગજવી રહ્યા છે અને રાજકીય માહોલ તૈયાર કરી રહ્યા છે. ગુજરાતમાં લઠા કાંડમાં 45થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને આ ઘટનાને લઈ રાજકારણ પણ ગરમાયું હતું. હજુ આ લોકોની વરસી પણ નહીં વાળી હોય ત્યારે ગુજરાતમાં ગૃહમંત્રીના જ શહેર સુરતની મહાનર પાલિકા સંચાલિત એક હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ દારૂની ખાલી બોટલ શોધી કાઢી છે અને ગુજરાતના દારૂબંધી પર ફરી સવાલ ઊભા કર્યા છે.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દારૂની બોટલો શોધવા નીકળ્યા હતા.આપના કોર્પોરેટર મહેશ અણઘણ અને રચના હીરપરાએ સુરત મહાનગર પાલીકા સંચાલિત  સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જાણે સર્ચ ડ્રાઇવ કરી હોય તેમ નીકળ્યા હતા. હોસ્પિટલના કેમ્પસમાં દારૂની મેહફીલ માણ્યા બાદ ફેંકી દીધેલી ખાલી બોટલો આમ આદમી પાર્ટીના આગેવાનોએ શોધી કાઢી હતી.સરકારી હોસ્પિટલ ના કેમ્પસ માં એક બે નહીં બલ્કિ અનેક દારૂ ની ખાલી બોટલો મળી આવી હતી. આમ, ગુજરાતના દારૂબંધી પર અનેક સવાલો ફરી ઉઠયા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓએ આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે તેઓ દ્વારા અગાઉ પણ સુરત મનપાના સત્તાધીશો અને અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પણ હોસ્પિટલ કેમ્પસમાં આ બાબતે કોઈ સુધારો થયો નથી.દારૂ બંદી વાળા ગુજરાતમાં દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં હજુ લઠા કાંડ ભુલાયું નથી ત્યારે બીજી તરફ હોસ્પિટલના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા સરકારની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. દારૂબંધી હટાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને ઉતરી ચૂક્યા છે. ત્યારે હવે સુરતની હોસ્પિટલમાંથી દારૂની ખાલી બોટલ મળી આવતા કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું
 વિથ ઈનપુટ :સંજયસિંહ રાઠોડ, સુરત 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT