‘યુવરાજસિંહ, ઈસુદાન, કેજરીવાલ અને મારી સામે ખોટી ફરિયાદો થાય છે’- ઈટાલિયાએ કહ્યું

ADVERTISEMENT

'યુવરાજસિંહ, ઈસુદાન, કેજરીવાલ અને મારી સામે ખોટી ફરિયાદો થાય છે'- ઈટાલિયાએ કહ્યું
'યુવરાજસિંહ, ઈસુદાન, કેજરીવાલ અને મારી સામે ખોટી ફરિયાદો થાય છે'- ઈટાલિયાએ કહ્યું
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ છેલ્લા કેટલાક સમયથી પુરી થવાનું નામ નથી લઈ રહી. જ્યાં એક તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તોડકાંડને મામલે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં બે દિવસ પહેલા કરેલા એક ફેક ટ્વીટ બાદ હવે સાબયર ક્રાઈમ બાન્ચમાં ઈસુદાન ગઢવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને આપ નેતા ગોપાલ ઈટાલિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જનતાએ માત્ર મનની વાતો કરવા માટે મત આપ્યા નથી. વિદ્યાર્થીઓ વિદેશોમાં જઈ ભણવા મજબુર બની રહ્યા છે તો ભારતમાં શાળાઓ, કોલેજો ઊભી કરવા માટે મત આપ્યા છે, કામ કરવા મત આપ્યા છે ખાલી મનની વાતો કરવા માટે મત આપ્યા નથી. આ ઉપરાંત તેમણે યુવરાજસિંહ, કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને પોતાની ઉપર ખોટી ફરિયાદો થઈ હોવાનું પણ ઉલ્લેખ્યું છે.

CM ના પુત્ર અનુજ પટેલની સફળ સર્જરી, હિન્દુજા હોસ્પિટલે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું

ઈસુદાને શું કહ્યું હતું?
ઈસુદાને PM મોદીના મન કી બાત કાર્યક્રમના ખર્ચ પર એક ટ્વિટ કર્યું હતું. બાદમાં આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઈસુદાન ગઢવીએ PM મોદીના મન કી બાત કાર્યક્રમ પર થતા ખર્ચને લઈને ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે, “મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે બોલો! 100 એપિસોડના 830 કરોડ તો ખાલી મન કી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા! હવે તો હદ થાય છે! ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે! મોટા ભાગે એ જ સાંભળે છે!” ઉલ્લેખનીય છે કે આ ટ્વીટ કર્યા પછી ઈસુદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આપ નેતા ગોપાલ ઈટાલિયા પણ તેને લઈને નારાજ થયા છે.

ADVERTISEMENT

જોકે કેન્દ્ર સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ AAP નેતા ઈસુદાન ગઢવીને આ ટ્વીટનું ફેક્ટચેક કર્યું હતું. જેમાં PIBએ આ દાવો ભ્રામક હોવાનું અને તેમાં વાસ્તવિકતા ન હોવાનું જણાવ્યું હતું.

 

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT