ત્રિપાંખિયો ચૂંટણી જંગઃ AAPએ વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પહેલીવાર સમગ્ર ગુજરાતના…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પહેલીવાર સમગ્ર ગુજરાતના રાજકારણનું વાતાવરણ ગરમાયું છે. તેવામાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 માટેના 9 ઉમેદવારોનું બીજુ લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. અગાઉ AAPએ 10 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.
જોકે હજુ સુધી આમ આદમી પાર્ટીએ પોતાના દિગ્ગજ નેતાઓ ક્યાંથી ઉભા રહેશે એની જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ પ્રમાણે આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી બહાર નહીં પાડે ત્યાં સુધી કોઈ અણસાર નહીં આવવા દે. ત્યારપછી આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવીથી લઈ ગોપાલ ઈટાલિયાના નામ જાહેર કરી શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી દ્વિતીય યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/WsMH0Liqv3
— AAP Gujarat (@AAPGujarat) August 18, 2022
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતારેલા ઉમેદવારો
- AAPએ ચોટિલાથી રાજુ કરપાડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
- આમ આદમી પાર્ટી તરફથી માંગરોલથી પિયુષ પરમારને મેદાનમાં ઉતારાયા છે.
- AAPએ જામનગરથી કરસનભાઈ કરમુરને મેદાનમાં ઉતાર્યા છે
- ગોંડલથી નિમિશા ખુંટને ચૂંટણીના મેદાનમાં ઉતારાયા છે
- ચોર્યાસીથી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર આપ તરફથી મેદાનમાં ઉતર્યા છે.
- વાંકાનેરથી વિક્રમ સોરાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
- દેવગઢ બારિયાથી ભરત વખાલાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
- અસારવાથી જે.જે.મેવાડાની પસંદગી કરવામાં આવી છે.
- ધોરાજીથી વિપુલ સખિયા AAP તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
અગાઉ આમ આદમી પાર્ટીએ 10 નેતાની યાદી બહાર પાડી
ગુજરાતની ચૂંટણીમાં આ ત્રિપાંખીયા જંગ જાવશે એવામાં આમ આદમી પાર્ટીએ 10 સીટો પરથી ઉમેદરવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભેમાભાઈ ચૌધરી, જગમલ વાળા, સાગર રબારી, સુધીર વાઘાણી, રાજેન્દ્ર સોલંકી, ઓમ પ્રકાશ તિવારી, વશરામ સાગઠિયા અર્જુન રાઠવા, રામ ધડુક તથા શિવલાલ બારસિયાનો તક આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉતારેલા આ 10 ઉમેદવારો કોણ છે તથા તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તેના પર એક નજર કરીએ.
ADVERTISEMENT
ઉમેદવારોની યાદી
ADVERTISEMENT
- દિયોદરથી આમ આદમ પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી AAPના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ છે
- ગીર સોમનાથ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ઉમેદવાર જાહેર કર્યા છે
- આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાંથી અર્જુન રાઠવાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે
- ખેડૂત એકતા મંચના પ્રમુખ અને સામાજિક આગેવાન સાગર રબારી ગત વર્ષે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
- કોંગ્રેસના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
- ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે
- બારડોલીની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે
- અમદાવાદની નરોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે
- સુરતના કામરેજમાંથી આમ આદમી પાર્ટીએ રામ ધડૂકને ટિકિટ આપીને ફરીથી રિપીટ કર્યા છે
- શિવલાલ બારસિયાને આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે
ADVERTISEMENT