BJP Welcome party: ભાજપમાં ભરતી મેળો, પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં આ નેતાએ કર્યાં કેસરિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

lok sabha Election: લોકસભા ચૂંટણીની (lok sabha Election) જાહેરાત હવે ટૂંક સમયમાં થઈ શકે છે. એવામાં ગુજરાતમાં ભાજપ ખૂબ જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગઇકાલે ગુજરાતની 26 બેઠકો પર ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં ફરી એકવાર વેલકમ પાર્ટી યોજાઇ હતી.

સી આર પાટીલની હાજરીમાં આ નેતા ભાજપમાં જોડાયા

જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં 20થી વધુ નેતા ભાજપમાં જોડાયા. ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો કર્યો. કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, અન્ય પક્ષના પૂર્વ હોદેદારો અને વિવિધ સમાજના આગેવાનો પણ કેસરિયો કર્યાં.

આ નેતા ભાજપમાં જોડાયા

-પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપમાં
-મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર જોડાયા ભાજપ
-સાબરકાંઠાના કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ જોડાયા ભાજપમાં
-યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ ભાજપમાં જોડાયા
-ખેરાલુના વિનોદ ચૌધરી જોડાયા ભાજપમાં
-સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમાર જોડાયા ભાજપમાં
-સુદાસણાના દિનેશસિંહ પરમાર જોડાયા ભાજપમાં
-હડોલના નાગજી ઠાકોર ભાજપમાં જોડાયા
-મહેસાણા જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ મંજુલા ચૌધરી ભાજપમાં જોડાયા
-AAPના પણ અનેક કાર્યકર્તા, નેતાઓ ભાજપમાં જોડાયા
-રૂપલબેન પંડ્યા, સોમાભાઈ ભાજપમાં જોડાયા
-વલસાડના વિનય વાડીવાલા ભાજપમાં જોડાયા
-કપડવંજના જીગીશા પરમાર ભાજપમાં જોડાયા
-ખેડાના લક્ષ્મણસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા
-કપડવંજ વિધાનસભા વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
-કઠલાલ વિસ્તારના કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
-આણંદ જિલ્લાના આગેવાનો પણ જોડાયા ભાજપમાં
-આણંદના રાકેશ પટેલ, પ્રવિણ સોલંકી ભાજપમાં જોડાયા
-આણંદના અમિત રબારી,હરેશ પરમાર ભાજપમાં જોડાયા
-પેટલાદ દિપાલી શાહ, જૈમિની પટેલ ભાજપમાં જોડાયા
-આણંદ જિલ્લાના પૂર્વ ડે.સરપંચ રાજુ પરમાર ભાજપમાં જોડાયા
-સુનિલભાઈ સોલંકી, ભરત સોલંકી ભાજપમાં જોડાયા
-ભરત વાઘેલા, રમેશ પટેલ, વિક્રમસિંહ ગોહિલ ભાજપમાં જોડાયા

ADVERTISEMENT

ગુજરાતમાંથી 2000થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

અર્જુન ખાટરિયા સહિત 40 આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.આ ઉપરાંત રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000થી વધારે કાર્યકર્તાઓ, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવારો, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, પૂર્વ કોર્પોરેટરો સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT