AAPમાં ચૂંટણી પહેલા ભડકો, જાણો પાર્ટીએ જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી કેમ કરવી પડી?
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીમાં વિવાદ સામે આવ્યો છે. નવસારી જિલ્લા પ્રમુખ ભાવીન સાવલાને લેટર પેડનો…
ADVERTISEMENT
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીમાં વિવાદ સામે આવ્યો છે. નવસારી જિલ્લા પ્રમુખ ભાવીન સાવલાને લેટર પેડનો દુરૂપયોગ કરવા સહિતની બાબતે તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રમુખે સોશિયલ મીડિયા પર જિલ્લાના કાર્યકર વસીમ પાનવાલાને 6 વર્ષના સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે ગણતરીના સમયગાળમાં જ મનોજ સોરઠિયાએ લેટરપેડનો દુરૂપયોગ કરવા બદલ અને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લઈ લીધો હોવાથી ભાવીન સાવલાને પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરી દીધી હતી.
વસીમ પાનવાલાને સસ્પેન્ડ કરાયા હોવાનું કારણ ન જણાવતા પગલાં ભરાયા
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાં વસીમ પાનવાલા છેલ્લા આઠ વર્ષથી કાર્યકર્તા હતા. તેમને 6 વર્ષ માટે કેમ સસ્પેન્ડ કરાયા એની જાણ કરવામાં નહોતી આવી. ઉલ્લેખનીય છે કે વસીમ પાનવાલા અગાઉ પાર્ટીમાં ઉપપ્રમુખની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. તેવામાં કોઈ કારણ જણાવ્યા વિના સસ્પેન્ડ કરાતા તેમણે આ અંગે રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
આવી ઘટના કાર્યકર્તાનું મનોબળ તોડી શકે છે
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ અત્યારે કેજરીવાલના ગેરન્ટી કાર્ડ વિતરણ કરી રહ્યા હતા. આ દરમિયાન કોઈપણ કારણોસર કોઈ કાર્યકર્તાને સસ્પેન્ડ કરાઈ દેવાય તો અન્ય કાર્યકર્તાઓનું મનોબળ પણ તૂટી શકે છે. જેને જોતા મહત્ત્વપૂર્ણ નિર્ણય પાર્ટીએ લઈ લીધો છે. હવે જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી થતા તવા કોણ નિમાશે એના પર બધાની નજર રહેલી છે.
With Input- રોનક જાની
ADVERTISEMENT
ADVERTISEMENT