Supreme Court Judgement : સુપ્રીમ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

supreme court judgement : રાજ્યમાં કામ કરતાં લાખો આંગણવાડીની બહેનો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે.

સુપ્રીમનો આંગણવાડી બહેનોના હકમાં મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમકોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, માનદ વેતને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે. જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઈટી ફરજિયાત ચુકવવી પડશે. વર્ષ 2022માં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે.

ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી

સુપ્રીમકોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો છે કારણ કે આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટે નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણવામાં આવે વધારામાં સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું કે, ICDSને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT