AAJTAK સર્વેમાં જાણો બનાસકાંઠા સૌથી કન્ફ્યુઝ્ડ જિલ્લો, પાંચ સીટ પર સ્થિતિ અસ્પષ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંન્ને તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. બંન્ને તબક્કાના મતદાન પુર્ણ થયા બાદ હવે લોકોને પરિણામ જાણવામાં વધારે રસ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપ જીતશે કે કોંગ્રેસ કે પછી આપ બાજી મારી જશે તે મુદ્દે ખુબ જ આતુર જોવા મળી રહ્યા છે. તેવામાં AAJTAK અને AXIS MY INDIA દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 2017 ની ગુજરાત વિધાનસભામાં પણ સટીક આવ્યો હતો. 2017 માં જ્યારે અન્ય સર્વે ભાજપને 135 સીટ આપી રહ્યા હતા ત્યારે આ સર્વેમાં 99 સીટ અપાઇ હતી જે એકદમ સટીક રીતે સાચો પડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ બેઠકો આવેલી છે. જેમાં વાવ, થરાદ,ધાનેરા, દાંતા,વડગામ, પાલનપુર,ડીસા અને દિયોદર વિધાનસભા સીટો આવેલી છે. કુલ 9 બેઠકો પૈકી 7 કોંગ્રેસ પાસે છે જ્યારે 2 સીટો પર ભાજપ છે. જો કે આ વખતે પાંચ સીટો પર સ્થિતિ અસ્પષ્ટ છે.

વાવ
વાવ બેઠકમાં ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે તો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરે ઉમેદવારી કરી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભીમ પટેલને ઉમેદવાર બનાવાયા છે. જો કે અહીં ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. જો કે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇ છે. જે પણ ઉમેદવાર જીતે તે ખુબ જ પાતળી સરસાઇથી જીત પ્રાપ્ત કરશે.

ADVERTISEMENT

થરાદ
થરાદ બેઠક પર ભાજપ દ્વારા દિગ્ગજ નેતા શંકર ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સૌથી સંપત્તિવાન ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે આપ દ્વારા વિરચંદ ચાવડાને તક આપવામાં આવી છે. જો કે અહીં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. અહીં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ જ ટફ ફાઇટ જોવા મળી શકે છે. ઉમેદવારનું ભાગ્ય કોઇ એક ઇવીએમ નક્કી કરે અથવા બેલેટ દ્વારા આવેલા મત ભાવી નક્કી કરે તેવી પણ શક્યતા છે.

ધાનેરા
ધાનેરામાં ભાજપના ઉમેદવાર ભગવાન ચૌધરી છે. તો કોંગ્રેસમાંથી નાથાભાઇ પટેલ અને આમ આદમી પાર્ટી દ્વારા સુરેશ દેવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે. અહીં ભાજપના અહીં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. અહીં કોઇ એક ઇવીએમ જ ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ADVERTISEMENT

દાંતા(એસટી)
દાંતા વિધાનસભા સીટ એસટી ઉમેદવાર માટે અનામત છે. અહીં ભાજપ દ્વારા લાઘુભાઇ પારઘીને ઉમેદવાર બનાવાયા છે. તો કોંગ્રેસ દ્વારા કાંતિ ખરાડીને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે આપ દ્વારા એમ.કે બુંડીયાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. જો કે અહીં કોંગ્રેસી ઉમેદવાર તરફી લોકોનું વલણ વધારે જોવા મળી રહ્યું છે. કાંતિ ખરાડી પર મતદાનની આગલી રાતે થયેલા હુમલા અને તેઓ જંગલમાં કિલોમીટરો સુધી ભાગ્યા અને બચ્યા ત્યાર બાદ તેમના તરફી લોકોમાં વધારે સિમ્પથી જોડાઇ છે.

ADVERTISEMENT

વડગામ (SC)
વડગામ સીટ ગુજરાતની હાઇપ્રોફાઇલ સીટો પૈકીની એક છે. કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ અને યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અહીંથી ઉમેદવાર છે. તો ભાજપ તરફથી મણિભાઇ વાઘેલા અને આમ આદમી પાર્ટી તરફથી દલપત ભાટિયા ઉમેદવાર છે. જો કે જિજ્ઞેશ મેવાણી અહીંના સીટિંગ એમએલએ છે અને વિવિધ લોકોપયોગી કામના કારણે તેઓ અહીં પકડ પણ ધરાવે છે. તેવામાં લોકોનો ઝુકાવ તેમના તરફી વધારે છે. જો કે ભાજપના મણિલાલ વાઘેલા પણ દિગ્ગજ નેતા છે. પોતાના સમાજમાં સારી પકડ ધરાવતા હોવાથી અહીં પણ ખુબ જ ટફ ફાઇટ છે.

પાલનપુર
પાલનપુરમાં ભાજપ તરફથી અનિકેત ઠાકર તો કોંગ્રેસ તરફથી મહેશ પટેલ અને આમ આદમી પાર્ટી તરફથી રમેશ નાભાણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જો કે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. અહીં પણ નાગરિકોનો મિજાજ કળવો મુશ્કેલ છે. ભાજપ કોંગ્રેસ વચ્ચે ટફ ફાઇટ છે. કોણ જીતશે અને કોણ હારશે તે કળવું મુશ્કેલ છે. કોંગ્રેસના મહેશ પટેલ અહીંથી સિટિંગ એમએલએ છે. લોકો વચ્ચે તેમની મજબુત પક્કડ પણ છે. તેવામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે.

ડીસા
આ બેઠક પરથી ભાજપ દ્વારા પ્રવીણ માળી તો કોંગ્રેસ દ્વારા સંજય રબારી અને આમ આદમી પાર્ટી દ્વારા ડૉ. રમેશ પટેલને ઉમેદવાર બનાવાયા છે. અહીંથી ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા હતા. જો કે ભાજપ દ્વારા તેમની જગ્યાએ આ વખતે પ્રવીણ માળીને ટિકિટ અપાઇ હતી. જો કે આ ભાજપનો દબદબો પહેલાથી જ છે. જેના કારણે અહીં ભાજપના ઉમેદવાર તરફી લોકોનું વલણ વધારે જોવા મળી રહ્યું છે.

દિયોદર
અહીં ભાજપ દ્વારા કેશાજી ચૌહાણ-ઠાકોર, કોંગ્રેસ તરફથી શિવાજી ભુરિયા અને આપ દ્વારા ભેમાભાઇ ચૌધરીને તક આપવામાં આવી છે. અહીં શિવાજી ભુરિયા કોંગ્રેસના ધારાસભ્ય છે. અહીં સીધી જ ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. જો કે અહીં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ પ્લસમાં હોય તેવું લાગી રહ્યું છે.

કાંકરેજ
આ બેઠક પર કીર્તિસિંહ વાઘેલા ભાજપ તરફથી અને કોંગ્રેસ તરફથી અમરત ઠાકોર અને આમ આદમી પાર્ટી દ્વારા મુકેશ ઠક્કરને ઉતારવામાં આવ્યા છે. તેવામાં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો હતો. જો કે અહી ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ પ્લસમાં હોય તેવું લાગી રહ્યું છે. તેઓ અહીંના ધારાસભ્ય છે જ જેના કારણે તેમનો અહીં સારો હોલ્ટ પણ છે. તેનો ફાયદો તેમને થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્વેના આંકડાઓ કેટલાક સેમ્પલ સર્વેના આધારે લેવામાં આવે છે. જેમાં જિલ્લામાં કઇ પાર્ટીનો સૌથી વધારે દબદબો જોવા મળી રહ્યો છે તે અંગેનો એક આછો ચિતાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આંકડાના આધારે દરેક જિલ્લામાં કયા પક્ષ તરફ વધારે ઝોક જોવા મળી રહ્યો છે તેના આધારે જાણો કે કયા જિલ્લામાં કઇ સીટ પર કયા ઉમેદવારનો દબદબો હોઇ શકે છે. જો કે આ આંકડા વિધાનસભામાં રહેલા લાખો ઉમેદવારો પૈકી કેટલાક ચોક્કસ લોકો અથવા આગેવાનોના મંતવ્યોના આધારે તૈયાર કરવામાં આવે છે. જેથી આ સર્વેમાં વલણ જોઇ શકાય છે પરંતુ આ જ જીતશે તે તો પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT