આધારકાર્ડ-પાનકાર્ડે નોટબંધીની યાદ અપાવી, અનેક સ્થળે લાંબી લાંબી લાઇનો, સર્વરના બહાના હેઠળ સરકારી કર્મચારીના ઠાગાઠૈયા
અમદાવાદ : આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં…
ADVERTISEMENT
અમદાવાદ : આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નહીં કરે તો આપોઆપ તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. ત્યાર બાદ પાનકાર્ડનો ઉપયોગ કરવાથી દંડનું પ્રાવધાન પણ રાખવામાં આવ્યું છે. જેથી લોકો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. અલગ અલગ આધારકાર્ડ સેન્ટર્સ પર તો લોકોની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. 31મી માર્ચને આડે માત્ર હવે ગણત્રીના દિવસો બાકી હોવાથી લોકો દોડાદોડી કરી રહ્યા છે. ભારતીયો પોતાની આદત અનુસાર છેલ્લી ઘડીની દોડાદોડી કરી રહ્યા છે.
આધારકાર્ડ-પાનકાર્ડ લિંકિંગ માટે જિલ્લા મથકોમાં લાંબી લાંબી લાઇનો
ગુજરાતના મોટા ભાગના જિલ્લા મથકો પર આધાર અને પાનકાર્ડનુ લિંકિંગ માટેકેન્દ્ર પર વહેલી સવારથી જ લાઇનો લાગી જાય છે. આધાર કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકોની લાંબી-લાંબી લાઈનો લાગે છે. જેના કારણે ફરી એકવાર નોટબંધીની યાદો તાજી થઇ રહી છે. લોકો લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. જો કે અહીં પણ સર્વર ડાઉન અને સરકારી કર્મચારીઓના લચર વલણના કારણે સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લોકો સવારના 6 વાગ્યાથી જ લાઈનમાં ઉભા રહી જાય છે. જો કે કેન્દ્રો પર મશીન નહી ચાલતા હોવાની અને સર્વર ડાઉન હોવાનું કહીને લોકોને ટટળાવવામાં આવી રહ્યા હોવાનું પણ કહી રહ્યા છે.
સરકારના લચર વલણથી નાગરિકો પરેશાન સવારે 6 વાગ્યાથી લાગે છે લાઇનો
લોકોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય જવાબ આપવામાં નથી આવી રહ્યા. લોકો સરકારી લચર વલણથી પરેશાન છે. બીજી તરફ જો 31 તારીખ સુધીમાં આ યોગ્ય રીતે પુરૂ નહી થાય તો સરકારના વાંકે તેમને દંડ ભરવો પડશેતેવું તેમણે જણાવ્યું હતું. સરકાર અને સરકારી કર્મચારીઓના વાંકે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યાં જઈએ ત્યાં લાંબી લાંબી લાઇનો હોય છે. આખો આખો દિવસ લાઇનમાં કાઢવો પડે છે. લોકો કામ ધંધા મુકીને અહીં લાઇનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT