2017 ની ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં ઓછા દિવસ રહેશે આચારસંહિતા, જાણો કેટલા દિવસ રહેશે
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો…
ADVERTISEMENT
અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આજથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આચારસંહિતા દોઢથી બે મહિનાની રહેતી હોય છે. આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું સમયપત્રક જોતા ગુજરાતની ચૂંટણીની આચારસંહિતાનો સમય સૌથી ઓછો સમય રહ્યો છે. છેલ્લે 2017માં 55 દિવસ જેટલો સમય આચારસંહિતા રહ્યો હતો. ત્યારે 2022 ની ચૂંટણીમાં 36 દિવસ આચારસંહિતાનો સમયગાળો રહેશે.
2022 ની ચૂંટણીમાં 36 દિવસ આચારસંહિતા
આ વખતે ગુજરાતનું પરિણામ ૮ ડીસેમ્બરે હિમાચલની સાથે જ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આજે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. તો આચારસંહિતાનો મહત્તમ સમયગાળો માત્ર ૩૬ દિવસનો રહેશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે દિવસથી પરિણામના બીજા દિવસ સુધી આચારસંહિતા અમલમાં રહેતી હોય છે.
2017ની ચૂંટણી
આચારસંહિતા અમલિકણ હોય તે સમયગાળામાં બઢતી, બદલી, લોકાર્પણો, ખાતમુહૂર્તો, નવી યોજનાની જાહેરાતો વગેરેમાં બ્રેક રહે છે. વર્ષ 2017માં ૨૫ કટોબરે ચૂંટણી જાહેર થયેલ. પ્રથમ તબક્કાની 89 બેઠકોનું મતદાન 9 ડીસેમ્બરે યોજાયું હતું. તેના ફોર્મ ભરવાનું 14 નવેમ્બરથી શરૂ થયા હતા . બીજા તબક્કે 93 બેઠકો માટે 14 ડીસેમ્બરે મતદાન યોજાયુ હતું. તેના ફોર્મ ભરવાની તારીખ 20 થી 27 નવેમ્બર સુધીની હતી. પરિણામ 18 ડીસેમ્બરે જાહેર થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT