AHMEDABAD માં યુવક જ્યાં સુધી મર્યો નહી ત્યાં સુધી તેના પર ગાડી ચડાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત્ત ચાલી રહ્યો છે. નવરાત્રીમાં જ ચાર હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. એક હત્યા નારોલમાં અને બીજી હત્યા વસ્ત્રાલમાં થઇ છે. વસ્ત્રાલમાં 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં સમાધાન બાદ બે યુવકો બુલેટ પરત ફરી રહ્યા હતા. આરોપીઓએ પોતાની કાર બુલેટ પર ચડાવી દીધી હતી. જેમાં એક યુવક નીચે પટકાતા તેના પર ગાડી વારંવાર ચડાવી હતી. જ્યા સુધી યુવક મોત ન થાય ત્યાં સુધી તેના પર ગાડી ચડાવી હતી. હાલ એક યુવકને ગંભીર હાલતમાં સારવાર ચલાવાઇ રહી છે.

વસ્ત્રાલમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મુદ્દે લોહિયાળ જંગ
વસ્ત્રાલ વિસ્તારમાં દસ લાખ રૂપિયાની લેતી દેતી મુદ્દે સમાધાન કરવા ભેગા થયેલા મૌલિક જોશી અને રાજન પરિહાર સમાધાન કરીને પરત ફરતા હતા. આ બંન્ને બુલેટ પર હતા તે દરમિયાન ગાડી પર આવેલા આરોપીઓએ તેના પર ગાડી ચડાવી દીધી હતી. મૌલિક જોશી નીચે પટકાતા ગાડી ચાલકે ગાડી રિવર્સ લઇને તેના પર ગાડી ચડાવી દીધી હતી. જેથી મૌલિક જોશીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રાજન પરિહારને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

સમાધાન માટે બોલાવ્યા અને પછી ગાડી ચડાવી દીધી
સમગ્ર બનાવ અંગે રામોલ પોલીસ સ્ટેશન પીઆઇના જણાવ્યા અનુસાર રૂપિયાની લેતીદેતીમાં આ બનાવ બન્યો છે. હાલ આ અંગે હત્યાનો ગુનો દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે વ્યક્તિ ઘાયલ છે તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પોલીસ માત્ર હવે નામ પુરતી જ રહી છે. કાયદો અને વ્યવસ્થાનો કોઇને પણ ડર નથી રહ્યો. 24 કલાકનાં સમયમાં બે હત્યા થઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT