સટ્ટાક...સટ્ટાક...યુવકે નશામાં કરી એવી હરકત કે લોકોએ દોડાવી-દોડાવીને માર્યો, પોલીસે કરી અટકાયત

ADVERTISEMENT

Daman News
દારૂડિયાની હવા નીકળી
social share
google news

Daman News: અવારનવાર યુવતીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. દિવસેને દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ નબીરાઓ યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. ત્યારે દમણના જમ્પોર બીચ પર નશામાં છટકા બનેલા એક રોમિયોને રોમિયોગીરી ભારે પડી ગઈ છે. જમ્પોર બીચ પર દારૂના નશામાં ચૂર એક યુવકે દરિયામાં નહાતી યુવતીની છેડતી કરતા પરિવારજનો આક્રોશમાં આવી ગયા હતા. યુવતીના પરિવારજનો સહિત દરિયા કિનારે હાજર લોકોએ યુવકને દોડાવી-દોડાવીને માર્યો હતો.

યુવકે યુવતીની કરી છેડતી

વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના જમ્પોર બીચ પર ગત રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પરિવાર સાથે આવેલી એક યુવતી દરિયા કિનારે મજા માણી રહી હતી, ત્યારે એક અજણ્યા યુવકે તેની છેડતી કરી હતી. જેથી પરિવારજનોએ યુવકને સમજાવતા દારૂના નશામાં યુવકે યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો.

પરિવારજનોએ ચખાડ્યો મેથી પાક

જે બાદ યુવતીના પરિવારજનો સહિત અન્ય પર્યટકોએ યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન બીચ પર દોડાદોડી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ રોમિયોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જોકે, આ દરમિયાન પોલીસની એક ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી.

ADVERTISEMENT

પોલીસે કરી ધરપકડ

જે બાદ પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી, આ દરમિયાન સહેલાણીઓ અને સ્થાનિક લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. રોમિયો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT