કેન્સરને મ્હાત આપી ચૂકેલી મહિલા ભારતના ખૂણે ખૂણા ફરશે, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની, નવસારી:  જ્યારે કોઈ વાત પોતાના પર વીતી હોય ત્યારે વિતનાર વ્યક્તિ જ તેનું દુ:ખ સમજતી હોય. જ્યારે કેન્સર જેવી મોટી બીમારીની વાત આવે ત્યારે સારા સારા લોકો ડરી જતાં હોય છે. અને કેન્સરને મ્હાત આપી દીધા પછી જાણે નવું જીવન મળ્યું હોય તેવી અનુભૂતિ થાય છે. લોકો પણ જાણવા ઇચ્છુક હોય છે કે કઈ રીતે કેન્સરને મ્હાત આપી. આવી જ એક ઘટના  મૂળ નવસારીની NRI મહિલા ભારૂલતા કાંબલે સાથે ઘટી છે. ભારૂલતાએ કેન્સરને હરાવ્યા બાદ હવે તે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા ભારતના ખૂણે ખૂણે ફરશે.

ભરૂલતા પોતાની કાર સાથે વિશ્વના ખુણા ખૂંદવા નીકળી પડતી મૂળ નવસારીની NRI દિકરી ભારૂલતા કાંબલે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે પોતાના બે દિકરાઓ સાથે કાર પ્રવાસ કરી ભારતની ચારેય દિશાઓના ચારેય ખૂણાઓ પર તિરંગો લહેરાવશે. સાથે જ પ્રાકૃતિક ખેતીના પ્રમોશન સાથે પ્રારંભિક સ્તરે કેન્સરને નાથી શકાય તે અંગેનો સંદેશ પણ આપશે. નવસારીના જલાલપોર તાલુકાના આટ ગામની મહિલા જે લંડનમાં સ્થાયી થઈ છે. આ સાહસી NRI ભારૂલતા કાંબલે કાર દ્વારા વિશ્વના અનેક દેશો ફરવાના કીર્તિમાન બનાવી ચુકી છે. ત્યારે ફરી એકવાર પોતાના બે દિકરાઓ સાથે ભારતની આઝાદીના 75 માં વર્ષે જ્યારે દેશ આઝાદીના લાડવૈયાઓને યાદ કરી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. ત્યારે આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો તિરંગો લહેરાવી ભારતીયોમાં દેશદાઝ જગાવશે. યાત્રા દરમિયાન ભારૂલતા કાંબલે અને એમના બંને દિકરાઓ સાથે રહેશે. ભારત યાત્રા દરમયિયાન કેન્સરને પ્રારંભિક સ્તરે ડામી શકે છે.

5 મહિનામાં 65 હજાર કિમીનું અંતર કાપશે
સાથે જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એવા સંદેશને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. ભારૂલતા કાંબલે મિશન ભારત અંતર્ગત 65 હજાર કિમીનું અંતર 5 મહિનામાં બે ભાગમાં પૂર્ણ કરશે. ભરૂલતા કાંબલેની મિશન ભારત કાર યાત્રાને ભારત સરકારના સામાજિક ન્યાય વિભાગના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પ્રારંભ કરાવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT