અમરેલીમાં પૂરમાં તણાયા વનરાજ, વિડીયો જોઈ જીવ તાળવે ચોટશે

ADVERTISEMENT

lion
lion
social share
google news

હિરેન રવૈયા, અમરેલી : રાજ્યમાં ગીર વિસ્તારમાં અનેક વખત સિંહોના આંટાફેરા જોવા મળી રહે છે. ક્યારેક સિંહ ગામના પાદર સુધી પહોંચી મારાં કરતાં હોય છે. ક્યારેક ઘરના ડેલા સુધી તો ક્યારેક શેરીઓમાં આંટાફેરા કરતાં સિંહો જોવા મળી રહે છે. હાલમાં વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાઈ ચૂક્યા છે અને અનેક વિસ્તારો અને રસ્તા પર પાણી ભરાય છે. આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી-લીલીયાના બૃહદ ગીરના જંગલના ડાલામથ્થા સિંહનો વિડીયો થયો વાયરલ છે. જેમાં પુરના ધસમસ્તા પ્રવાહમાં વનરાજા તરીને નીકળ્યા બહાર આવતો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે વન્યપ્રાણીઓ પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અમરેલી-લીલીયાના બૃહદ ગીરના જંગલ વિસ્તારમાં અંનરાધાર વરસાદના પુરમાં ડાલામથ્થો સિંહ તણાયો હતો અને તેમનો વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ વિડિયોમાં ડાલામથ્થા સિંહે પુરના પ્રકોપ સામે ઝીંક ઝીલતો જોવા મળી રહ્યો છે અને પુરના ધસમસ્તા પ્રવાહમાં વનરાજા તરીને બહાર નીકળ્યા હતા અને તેમનો જીવ બચ્યો હતો.

જંગલના રાજા સિંહે જીવ બચાવવા પુરના પાણી સામે ઝીંક ઝીલી હતી અને આ વિડીયો વાઇરલ થયો છે. લીલીયાના ટિબડી ભોરિંગડા રોડ પરની ખારી નદીમાં સિંહ તણાયો હતો. આફ્રિકાના જંગલોમાં ઘટતી ઘટના લીલીયાના બૃહદ જંગલ વિસ્તારમાં જોવા મળી છે. પુરના પાણીમાં તણાતાં સિંહે જીવ બચાવ્યાનો અકલ્પનિય ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. આ મામલે વનવિભાગ અજાણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT