ધાંગધ્રા શહેરમાં નીકળી અનોખી સ્મશાન યાત્રા, પતંગની દોરીથી મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલીમ, સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યભરમાં સરકાર અને સામાજિક સંથાઓ દ્વારા બર્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન રાજ્યમાં અનેક લોકો પણ પતંગની દોરી થી ઇજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન ધાંગધ્રા શહેરમાં પતંગ ની દોરી થી 12, જેટલાં પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી છે.

ધાંગધ્રા શહેરમાં પતંગ ની દોરી થી 12, જેટલાં પક્ષીઓના મોત થયા હતા. ત્યારે  ધ્રાંગધ્રા શહેરમાં અરાઈસ ગ્રુપ દ્વારા મકર સંક્રાતના દિવસે પતંગની દોરી થી 12, જેટલાં પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.  સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશમાં ઉડતી પતંગના દોરાને કારણે પક્ષીઓ ધાયલ થયને મોતને ભેટે છે. આ ઘટનાને લઈ ધાંગધ્રામાં અરાઈસ ગ્રુપ દ્વારા ધાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું.

 આ પણ વાંચો: જૂનાગઢમાં ગેસ એજન્સી કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી લોકોના આરોગ્ય રમી રહી છે રમત, તંત્ર પર ઉઠયા સવાલ

ADVERTISEMENT

અરાઈસ ગ્રુપ  દ્વારા અંતિમ સંસ્કાર કરાયા
મકરસંક્રાંતિના દિવસે 12, જેટલાં પક્ષીઓના મૃત પામ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલા પક્ષીઓની સ્મશાન યાત્રા અરાઈસ ગ્રુપ દ્વારા ધ્રાંગધ્રા શહેરના કંસારા બજાર માંથી નીકળીને ધ્રાંગધ્રા ના મુખ્ય રાજમાર્ગો ગ્રીન ચોક,શક્તિ ચોક,ઝાલા રોડ,પર ફરીને ત્યાર બાદ તળાવ કિનારે વિધી મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT