સુરેન્દ્રનગરમાં જોવા મળી અનોખી ખગોળીય ઘટના, તંત્રએ કર્યો મોટો ખુલાસો
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી સાંજના આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં કોઈ ચમકતી વસ્તુઓ એક લાઈનમાં આગળ વધી રહી હોય તેવા દ્રશ્યોએ…
ADVERTISEMENT
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી સાંજના આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં કોઈ ચમકતી વસ્તુઓ એક લાઈનમાં આગળ વધી રહી હોય તેવા દ્રશ્યોએ લોકોમાં કુતૂહલ સર્જ્યુ હતું. મળતી માહિતી પ્રમાણે આકાશમાં કાળા-ડીબાંગ વાદળો વચ્ચે લાઇનસર પ્રકાશ ફેંકતી કોઇ વસ્તુઓ જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા અને ચોટીલા પંથકમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. આકાશમાં જોવા મળેલી વસ્તુ શું છે તેને લઈને લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સાંજથી આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.
તંત્રએ કર્યો ખુલાસો
છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ખગોળીય ઘટનાઓએ જોર પકડયું છે. રાજ્યમાં ક્યાંક સુર્ય ફરતે વલયો દેખાઈ છે તો ક્યાંક એક લાઇનમાં પ્રકાશતી વસ્તુઓ દેખાઈ છે. આ દરમિયાન આજે વધુ એક વખત આકાશમાં એક લાઇનમાં દેખાતી વસ્તુ જોવા મળી છે. સુરેન્દ્રનગરમાં કાળા-ડીબાંગ વાદળો વચ્ચે લાઇનસર પ્રકાશ ફેંકતી કોઇ વસ્તુઓ જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા અને ચોટીલા પંથકમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે આ એક ખગોળીય ઘટના છે. જેનાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
આ પહેલા પણ આ પ્રકારની ઘટના ઘટી હતી
સુરેન્દ્રનગર પંથ આકાશમાં જોવા મળેલી પ્રકાશિત વસ્તુઓ અંગે લોકોમાં ભારે કુતૂહલ જોવા માળીયું છે. એક સાથે 10-15 જેટલા ડ્રોન આકાશમાં ઉડતા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. બીજી તરફ આ બનાવને પગલે કુતૂહલની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ડર પણ જોવા મળ્યો હતો. આ પહેલા પણ આ પ્રકારની ઘટના ખેડા-આણંદ પહેલા મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT