રાજ્યમાં ભારે વરસાદને કારણે 4 સ્ટેટ હાઇવે સહિત કુલ 65 રસ્તા બંધ, ગીરસોમનાથમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં વરસાદની ત્રિજી ઈનીગ શરૂ થઈ છે. ત્યારે આ વખતે રાજ્યમાં ગીરસોમનાથમાં બારે મેઘ ખાંગાં જેવી સ્થિતનું નિર્માણ થયું છે. ત્યારે સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે બીજી તરફ ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ પંથકમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના કુલ 65 રસ્તાઓ બંધ થયા છે. જ્યારે 6 NDRFની ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ બારેમેઘ ખાંગાની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસતા કેટલાક ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ત્રણ તાલુકામાં સ્થળાંતરની ફરજ પડી છે. જેને લઇને રાજકોટ જિલ્લામાં 55 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના તાલાલામાંથી 160 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વેરાવળ તાલુકામાંથી અત્યાર સુધીમાં 305 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજ્યના 65 રસ્તા થયા બંધ 
રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઇવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે 6 NDRF ની ટીમ મોકલવામાં આવી છે. ગિર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRF નીઓ ટીમ મોકલવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT