કોંગ્રેસને એક સાંધો ત્યાં તેર તુટે: કચ્છમાં દિગ્ગજ નેતાઓ સહિત કુલ 18 ના રાજીનામા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા/કચ્છ : કોંગ્રેસમાં બગાવતના સુર જોવા મળ્યા હતા. ભુજ નગરપાલિકા વિપક્ષ નેતા અને 6 કાઉન્સિલર સહિત 18 કોંગ્રેસ નેતાઓ રાજીનામા ધરી દેતા ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં હાલ એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ પેદા થઇ ચુકી છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં અનેક નેતાઓ પોતાની મહતવાકાંક્ષાને ધ્યાને રાખીને એક પાર્ટીને મૂકી અને બીજી પાર્ટીમાં જવાની મોસમ ખીલી ઉઠી છે. પાર્ટી બદલુ નેતાઓની જાણે કે મોસ આવી હોય તે પ્રકારે રોજે રોજ પાર્ટી બદલુ નેતાઓના સમાચારો આવતા રહે છે. આ સિઝન ચૂંટણીના ઉમેદવારી પત્ર નહિ ભરાય ત્યાં સુધી ચાલુ રહેવાનો છે.

કચ્છ જિલ્લામાં હાલ કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુજ કોંગ્રેસમાં વિખવાદ થયો છે. વિખવાદની વચ્ચે અનેક નેતાઓ રાજીનામા ધરી દીધા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા ભુજના રાજેન્દ્રસિંહ જાડેજા જેઓ ભુજ નગરપાલિકાના પુર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા તે હાલ પાર્ટીનાં સંગઠનથી નારાજ છે. તેમણે પોતાની અવગણના કરવામાં આવતી હોય તેવું કારણ ધરીને રાજીનામું આપી દીધું છે.

ADVERTISEMENT

રાજેન્દ્રસિંહના સમર્થનમાં ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના 18 હોદેદારોએ રાજીનામા આપી દીધા છે. જેમાં ભુજ નગરપાલિકાના 6 કાઉન્સિલરોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના અગ્રણી હોદેદારોએ પક્ષથી છેડો ફાડતા કચ્છમાં રાજકીય માહોલ ગરમ થયો છે. એક સાથે અનેક અગ્રણીઓના રાજીનામાંના કારણે ભુજ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુક્સાન સહન કરવી પડી શકે છે.

સુત્રો અનુસાર રાજેન્દ્રસિંહ જાડેજા ભુજ વિધાનસભાનાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે, ત્યારે તેમને કદાચ અંદાજો લાગી ગયો છે પાર્ટી એમને ટીકીટ આપવાનાં મૂડમાં નથી. જે માટે તેઓ સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપી દિધું છે. હવે કોંગ્રેસ તેમનો અસંતોષ કઇ રીતે ખાળે છેતે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT