કીવમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહમંત્રી સહિત કુલ 18 લોકોનાં મોત, યુક્રેન સ્તબ્ધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

HELICOPTER CRASH : રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં બુધવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. જેમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટિર્કીનું પણ મોત થયું છે. બીબીસીના રિપોર્ટ અનુસાર દુર્ઘટનામાં યુક્રેનના આંતરિક મંત્રીના ડેપ્યુટી અને એક અન્ય અધિકારીએ પણ જીવ ગુમાવ્યો છે.

નેશનલ પોલીસ હેડ દ્વારા જો કે રશિયાના હુમલા અંગે કોઇ સ્પષ્ટતા નહી
સમાચાર એજન્સી એએફપીના અનુસાર હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના નાના બાળકોની સારસંભાળ રાખતા એક સેન્ટર નજીક થયું હતું. નેશનલ પોલીસના હેડ ઇગોર ક્લેમેકોએ કહ્યું કે, હાલ 2 બાળકો સહિત કુલ 18 લોકોનાં મોતના સમાચાર છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં આંતરિક મંત્રાલયના એખ ઉચ્ચ અધિકારીનો સમાવેશ થાય છે, જેમાં આંતરિક મંત્રી ડેનિસ મોનાસ્ટિસ્ર્કીનો પણ સમાવેશ થાય છે. બે બાળકોના 42 વર્ષના ડેનિસ મોનાસ્ટિસ્ક્રીને 2021 માં યુક્રેનના આંતરિક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાજધાની કીવથી 20 કિલોમીટર દુર હેલિકોપ્ટર ક્રેશ થયું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટર ક્રેશ રાજધાની કીવથી 20 કિલોમીટર દુર બ્રોવૈરી ક્ષેત્રમાં થયું. ક્રેશ બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઇ હતી. પોલીસના અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં 9 કે બ્રોવરીમાં દુર્ઘટના થઇ હતી. અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. બ્રોવેરી શહેરના કીવના ઉત્તર-પૂર્વમાં આવેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ઘટના બાદનું રેસક્યુ ઓપરેશન જોઇ શકાય છે.

ADVERTISEMENT

હેલિકોપ્ટર ક્રેશ અંગેના કારણોની ચાલી રહી છે તપાસ
જો કે આ હેલિકોપ્ટર દુર્ઘટના રશિયાના હુમલાને કારણે થઇ છે કે અન્ય કારણોથી તે અંગે હજી સુધી કંઇ સામે આવ્યું નથી. આ સાથેજ રાજધાની કીવમાં કોઇ હુમલાની પણ સુચના નથી. બીજી તરફ કીવમાં કોઇ હુમલાની સુચના પણ નથી. બીજી તરફ કીવના ક્ષેત્રીય ગવર્નરે કહ્યું કે, દુર્ઘટનામાં 15 બાળકો સહિત કુલ 29 લોકો ઘાયલ થયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT