GUJARAT માં રોગચાળાનો ભયાનક ભરડો, કોરોના અને ઇન્ફ્લુએન્ઝા સહિત અનેક રોગોના કારણે ઘરે ઘરે ખાટલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે સરકાર પણ સાબદી થઇ છે. રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા. જો કે હવે આ કિસ્સામાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં કુલ 51 કેસ સામે આવતા ફરી એકવાર કોરોનાથી સ્થિતિ વણસે તેવી શક્યતાઓ પેદા થઇ છે. આ ઉપરાંત કોરોના ઉપરાંત H3n2 વાયરસનો પણ કહેર જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે.

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 51 કેસ નોંધાયા
હોળી ધૂળેટીના તહેવાર બાદ એકાએક કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકાર પણ ચિંતામા મુકાઇ છે. આ ઉપરાંત H3N1 અને H1N1 ના કેસોમાં પણ ચિંતાનજક રીતે વધારો થયો છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાયરલ શરદી તાવના કારણે ઘરે ઘરે ખાટલા છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ છે. સરકાર પણ હવે સફાળી બેઠી થઇ અને આરોગ્ય વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી. ગુજરાત ફરી એકવાર રોજિંદા ક્રમમાં ઢળી રહ્યું હતું ત્યાં ફરી એકવાર કોરોનાનો ફુંફાડો ચિંતાજનક છે.

રાજ્યમાં હોળી ધુળેટી બાદ રોગચાળાની સ્થિતિ વણસી
રાજ્યમાં નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 51 નવા કેસ નોંધાયા છે. 21 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 181 એક્ટિવ કેસ છે. તેમજ 24 કલાકમાં 501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદમાં સૌથી વધારે 32 કેસ નોંધાયા છે. મહાનગરમાં કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4 જ્યારે ભાવનગરમાં 3 કેસ નોંધાવવા પામ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 2, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1. સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોનાં કેસ નોંધાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT