બોટાદમાં ઉભેલી ટ્રેનમાં લાગી ભયાનક આગ, લોકોમાં નાસભાગ ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદ : રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં અચાનક આગ લાગી ગઇ હતી. ડેમુ ટ્રેન આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. પ્લેટફોર્મ નંબર 7 પર બંધ હાલતમાં હતી. ત્યારે આગ લાગી હતી. જેના કારણે મોટી જાનહાની ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત પાણીનો મારો ચલાવવા છતા બે કલાક બાદ માંડ માંડ આગ કાબુમાં આવી હતી.

બોટાદ-સુરેન્દ્રનગર રૂટ પર ચાલે છે ડેમુ ટ્રેન
પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગ્યે ઉપડતી હોય છે. બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર બંધ હાલતમાં હતી ત્યારે અચાનક ગર્ભિત રીતે વિકરાળ આગ ફાટી નિકળી હતી. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. હાલ તો પોલીસ સહિતનો રેલવે તંત્ર તપાસમાં લાગ્યું છે. જો કે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવા છતા પણ આગ પર કાબુ મેળવાયો હતો. આગ કાબુમાં આવી ત્યાં સુધીમા 3 થી વધારે ડબાઓ બળીને ખાખ થઇ ગયા હતા.

રેલવે પોલીસે આગના કારણો અંગે તપાસ આદરી
બોટાદ-સુરેન્દ્રનગર ટ્રેનમાં આગ લાગતા ભાગદોડ થઇ ગઇ હતી. આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઇ હતી. આશરે 3 થી વધારે ડબ્બાઓમાં આગ લાગી હતી. જોત જોતાનાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે સદ્ભાગ્યે કોઇ જાનહાની નહી થતા આખરે મોટી દુર્ઘટના ટળી હતી.ફાયરની ટીમના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત અને હજારો લીટર પાણીના વેડફાટ બાદ આગ પર મહાપરાણે કાબુ મેળવાયો હતો. ઉપરાંત રેલવે સ્ટેશનમાં આગ લાગતા લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. હાલ તો રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT