તાંત્રિકે વિધિના બહાને મહિલાનું શિયળ લૂંટ્યું કહ્યું, કુંડમાં બેઠા એટલે વિધિ તો કરવી જ પડશે
વડોદરા: 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખું છે. લોકો કાંડાબળ કરતાં હજુ હાથની રેખા પર વધુ માને છે. અને પોતાનું ધર્યું પરિણામ…
ADVERTISEMENT
વડોદરા: 21 મી સદીમાં પણ અંધશ્રદ્ધાએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખું છે. લોકો કાંડાબળ કરતાં હજુ હાથની રેખા પર વધુ માને છે. અને પોતાનું ધર્યું પરિણામ મેળવવા માટે તાંત્રિક પાસે જવા લાગે છે. ક્યારેક ઢોંગી બાબાઓ ખૂબ ભારે પડે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લગ્ન કર્યા બાદ તેણે ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં ચકચાર મચ્યો છે. ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ બે વાર લગ્ન કરી ચૂકેલી અને બે સંતાનોની માતા એવી ડાયવોર્સી મહિલા પિતાના મિત્ર દ્વારા તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજ ના સંપર્કમાં આવી હતી.તાંત્રિકે મહિલાને સારી નોકરી અપાવી તેનું બ્યુટી પાર્લર કરાવી આપવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે એમ જણાવ્યું હતું. આ પછી કશ્યપ બાપુ ફેબ્રુઆરી-20માં વડોદરા ડેપો ખાતે આવ્યા હતા અને મારે એક દિવસ રોકાવું છે એમ મહિલાને કહ્યું હતું. જેથી મહિલા ગોત્રી વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈને ત્યાં લઇ ગઇ હતી. જ્યાં ભાઈને બહાર જવાનું કહીને વિધિના બહાને અન્ય રૂમમાં બાપુ લઇ ગયા અને મહિલાનો હાથ પકડીને કહ્યું હતું કે ‘થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે. મહિલાએ પૂછ્યું હતું કે, આ કેવી વિધિ છે કે મારે કપડાં કાઢવા પડશે? ત્યારે તેમણે કહ્યું કે કુંડામાં બેઠા એટલે વિધિ તો કરવી જ પડશે. વિધિ વગર અહીંથી નહીં ઉઠાય.
આ રીતે થયા લગ્ન
શારીરિક સંબંધ બાંધ્યા બાદ કશ્યપ બાપુએ મહિલાને કહ્યું કે શારીરિક સબંધો બંધાઈ ગયા એટલે હવે આપદા લગ્ન થઈ ગયા છે. આપણે પતિ-પત્ની છીએ. હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં પછી તમારે ભાવનગર આવવું પડશે.
ADVERTISEMENT
મહિલાએ નોંધાવી ફરિયાદ
અન્ય મિત્રના ઘરે જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે ગત ઓકટોબર માસમાં બાપુના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું હતું. બંને સાથે રહેવા લાગ્યા હતા. ઓપરેશન બાદ પણ શારીરિક સબંધો બાંધવા દબાણ કરતો અને ઝગડો કરતો હતો. મહિલાનું ઓપરેશન માટે બીજા લોકો પાસે થી પૈસા પણ લીધા હતા. ત્યારે ઉછીના લીધેલ પૈસા લોકો માંગવા લગતા બાપુ મહિલાને છોડી ફરાર થઇ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
ADVERTISEMENT