જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, માંગરોળ બંદરમાં એક નંબરનું સિગ્નલ લગાવાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હવામાન વિભાગના અનુસાર લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું થશે. આ દરમિયાન   માંગરોળના વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો.  વાતાવરણના પલટા બાદ માંગરોળ બંદરમાં એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અમરેલીમાં લગાવવામાં આવ્યું એક નંબરનું સિગ્નલ
અમરેલીમાં હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે. ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદણી અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈને લગાવ્યું છે.

દરિયામાં જોવા મળ્યો કરંટ
વાતાવરણમાં પલટો આવતા દરિયામાં સાઇક્લોની અસરથી‌ દરીયામા કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોએ દરીયો‌ નહીં ખેડવા અને દરીયાની અઅંદર માછીમારી કરવા તથા દરિયામાં ગયેલી બોટોને સાવચેતી રાખવાની તંત્રએ સુચના આપી છે.

ADVERTISEMENT

માછીમારોને પડ્યા પર પાટુ
હાલ માછીમારો મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને બેકાર ન બને તે માટે કોશિશ કરી રહ્યા છે અને માછીમાર નો ધંધો થોડો મંદ હોવાથી થોડું જોખમલેવા માછીમારો મજબુર બન્યા છે

દહેજ  દરિયા કાંઠે લગવાયું સિગ્નલ
ભરૂચના દહેજ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બંદર ખાતે એક નંબરનું સિગ્નલ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.  અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે જેના કારણે ભરૂચ જિલ્લાના દહેજ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના 3 તાલુકાના 29 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર પણ સાબદું બની ગયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા  માટે સૂચના આપવામાં આવી છે. ચક્રવાતના કારણે વરસાદી  માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ ઠંડીનું પણ મોજું પ્રસરી ગયુ છે. અને વાદળછાયું વાતાવરણ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યું છે.
વિથ ઇનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ: દિગ્વિજય પાઠક, ભરૂચ

    follow whatsapp

    ADVERTISEMENT