લો બોલો! સુરતમાં કેજરીવાલની સભામાં ડિવાડર તુટતા કોર્પોરેશન બુલ્ડોઝર લઇને પહોંચ્યું
સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ખુબ જ નજીકમાં છે. ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પોતાનું તમામ દમખમ કામે લગાવી રહી છે. આજે અરવિંદ…
ADVERTISEMENT
સુરત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ખુબ જ નજીકમાં છે. ગુજરાતમાં તમામ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પોતાનું તમામ દમખમ કામે લગાવી રહી છે. આજે અરવિંદ કેજરીવાલે સુરતમાં ભવ્ય રોડ શો આયોજીત કર્યો હતો. જેમાં જો કે પથ્થરમારો અને કાર્યકર્તાઓ ઘર્ષણ જેવા છમકલા પણ બન્યા હતા.
આપનો રોડ શોમાં મગનનગર પાસે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા મોદી મોદીના નારાઓ લગાવાતા આપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જો કે અહીં સુરત કોર્પોરેશનની આશ્ચર્યજનક કામગીરી જોવા મળી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર કોર્પોરેશનને માહિતી મળી હતી કે, રોડશોમાં કોઇએ ડિવાડરને નુકસાન પહોંચાડ્યું છે. જેથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલ્ડોઝર તત્કાલ ત્યાં સમારકામ કરવા માટે પહોંચ્યું હતું. જેથી રોડ શોમાં જેસીબી વચ્ચે આવી જતા રોડ શોના રંગમાં ભંગ પડ્યો હતો.
ADVERTISEMENT
જો કે આપે આરોપ લાગ્યો હતો કે, વર્ષોના વર્ષો સુધી ડિવાડર તુટેલા પડ્યા રહે છે કોર્પોરેશનનું કોઇ ફરતું પણ નથી પરંતુ અમારા રોડ શોને અટકાવવા અને રંગમાં ભંગ પાડવા માટે કોર્પોરેશન દ્વારા આ તરકટ રચવામાં આવ્યું હતું. વિદેશના કોર્પોરેશન પણ જેટલા ઝડપી નથી તેટલી ઝડપથી સુરત કોર્પોરેશનની કામગીરી જોઇ અમને આનંદ થયો કે અમારા રોડ શોને બગાડવાના બહાને પણ સુરત કોર્પોરેશને કામ તો કર્યું તેનો અમને આનંદ છે.
ADVERTISEMENT