હોલિવુડની ફિલ્મોમાં જોવા મળે તેવો નજારો અમદાવાદમાં યોજાયો, લોકો અચંબિત
અમદાવાદ : પીએમ મોદી ગરૂવારના બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસીય મુલાકાતમાં તેઓ કરોડોના રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત…
ADVERTISEMENT
અમદાવાદ : પીએમ મોદી ગરૂવારના બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસીય મુલાકાતમાં તેઓ કરોડોના રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત નેશનલ ગેમ્સ 2022નું ઉદ્દઘાટન પણ કરવાના છે. ત્યારે 36મી નેશનલ ગેમ્સને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
Spectacular drone show in Ahmedabad as the city prepares for the National Games opening ceremony! pic.twitter.com/OumqeCZhve
— Narendra Modi (@narendramodi) September 28, 2022
સ્વદેશી ડ્રોનના શોનું ભવ્ય આયોજન
જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોનું આયોજન કરાયું હતું. આ ડ્રોન શોની ખાસિયત એવી હતી કે, તમામ ડ્રોન સ્વદેશમાં નિર્મિત હતા. મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા હતા. અટલબ્રિજ નજીક નેશનલ ગેમ્સની પૂર્વ સંધ્યાએ તમામ ખેલાડીઓના સ્વાગત માટે ડ્રોન શોનું આયોજન કરાયુ હતું. 600 જેટલા ડ્રોનની મદદથી અલગ અલગ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. સૌ કૉઈનું મન ડ્રોન શોએ મોહી લીધું હતું. વિદેશમાં અને ફિલ્મોમાં જોવા મળતા નજારા અમદાવાદમાં સર્જાયો હતો.
ADVERTISEMENT
Welcome Honourable PM @narendramodi ji to Gujarat #DroneShow #NationalGames2022 pic.twitter.com/u1swqjt6TB
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2022
ગુજરાતના 6 શહેરોમાં આયોજન થઇ રહ્યું છે
29 ઓગસ્ટથી 12 ઓક્ટોબર સુધી 36મી નેશનલ ગેમ્સનું આયોજન અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં થઇ રહ્યુ છે. 100 દિવસના ટુંકા ગાળામાં ગુજરાતના 6 શહેરમાં આયોજન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના 3734 ખેલાડીઓ અમદાવાદના મહેમાન બન્યા છે. અમદાવાદમાં 47 હોટલના 2999 થી વધારે રૂમ બુક કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં 7 સ્થળે 114 મેડલ માટે કોમ્પિટિશન થશે. ગાંધીનગરમાં 3, રાજકોટમાં 3 સ્થળો પર રમતોનુ આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરમાં 2, વડોદરા 2, સુરત 2 સ્થળ પર આયોજન થઇ રહ્યું છે. બીજી મહત્વની બાબત છે કે, ટ્રાન્સપોર્ટેશન માટે ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT