RAJKOT માં તેલની નદી વહેતી થઇ, લોકો વાસણો લઇને તેલ ભરવા પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : હાઇવે પરથી ગોંડલ તરફ જઇ રહેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું. તેવામાં રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલટેક્સ પાસે કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જાયો હતો. જેમાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારી જતા તેલ ઢોળાઇ ગયું હતું. લોકોએ તેલ લેવા માટે પડાપડી થઇ હતી. લોકો તેલ ભરવા માટે હાથમાં જે વાસણ હાથમાં આવ્યું તે લઇને તેલની લૂંટ ચલાવી હતી.

લોકોએ ટેન્કર નજીક ભરાયેલા ખાબોચીયામાંથી તેલ ભર્યું
લોકોએ તેલની લૂંટ ચલાવી હતી. યુવાનોથી લઈ મહિલાઓ, પુરુષો સહિતનાઓ તેલ લેવા આવી પહોંચ્યા હતા. લોકો ડોલ, ડબ્બા લઈને તેલ ભરવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. તેલ ભરેલુ ટેન્કર પલટી જતા રસ્તા પર તેલની રેલમછેલ જોવા મળી રહી હતી. એક તેલના ભાવો પણ હાલ આસમાને પહોંચી ચુક્યાં છે. ત્યારે આ બધા વચ્ચે તેલ ભરેલુ ટેન્કર પલટી જતા લોકોએ તેલ લેવા માટે લાઈનો પણ લગાવી હતી.

ટેન્કર પલટી જતા રોડ પર તેલની નદી વહેતી થઇ
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલટેક્સ પાસે તેલ ભરેલુ ટેન્કર પલટી ગયું હતું. જેના પગલે જ્યાં કન્ટેનર પલટી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી અને રીતસર તેલની લૂંટ ચાલી હતી. લોકોને જે હાથમાં આવ્યુ તે વાસણ લઈને તેલ લેવા માટે પહોંચી ગયા હતા. સૌથી મહત્વપુર્ણ બાબત છે કે, આખુ ટેન્કર પલટી જવાના કારણે આસપાસના વિસ્તારોમાં તેલના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

ADVERTISEMENT

ટેન્કર પલટી જવાના કારણે ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત થયો
જો કે આખુ ટેન્કર પલટી જવાના કારણે ડ્રાઇવરને પણ ઇજા પહોંચી હતી. ટ્રક ડ્રાઇવર હરવિંદર સિંઘને ઇજા પહોંચી હતી. તેમને તત્કાલ 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટેન્કર રાજસ્થાન પાસિંગની હતી. ક્યાં જઇ રહી હતી તે અંગે માહિતી મળી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT