સુરતની લાજપોર જેલમાં કેદીએ કર્યો આપઘાત, જાણો શું લખ્યું સુસાઇડ નોટમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: હજૂ થોડા દિવસો પહેલા જ રાજ્યભરની જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના કેસમાં દોઢ મહિનાથી  જેલમાં બંધ આરોપી અવિનાશ સામુદરે જેલના બેરકના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે લાજપોર જેલમાં મૃતકને ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. આ દરમિયાન અવિનાશ સામુદરેના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી છે.

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ હેઠળના આરોપીએ જેલમાં જ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે યુવાને આપઘાત કરતાં પહેલા માતા-પિતા અને સગીર પ્રેમિકાને ઉદ્દેશીને બે પેજની સુસાઇડ નોટ લખી હતી સુસાઈડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હું તને બહુ પ્રેમ કરું છું. શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે.

ટોઈલેટમાં કર્યો આપઘાત
અડાજણ પોલીસમાં ગત સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાના આરોપી અવિનાશ ઉર્ફે અવી કાશીનાથ સામુદ્રે 20 ફેબ્રુઆરી 2023થી લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નં. 10ની બેરેક નં. 4 માં કેદી હતો. આ દરમિયાન રાતે 2.15 કલાક ઊંઘમાંથી ઊઠેલો અવિનાશ ટોઈલેટમાં ગયો હતો અને એક્ઝોસ્ટ ફેન સાથે ચાદરથી ફાંસો બાંધી આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન અન્ય કેદી ટોઈલેટમાં જતા તેની નજર અવિનાશ ઉપર પડતા તરત જ અન્ય કેદી અને જેલ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ADVERTISEMENT

જાણો શું લખ્યું સુસાઇડ નોટમાં
અવિનાશે જેલમાં આપઘાત કરતાં પહેલા એક સુસાઇડ નોટ લખી પોતાના ખિસ્સામાં રાખી હતી, તેમ લખ્યું હતું કે મમ્મી-પપ્પા મને માફ કરજો, આ જન્મમાં હું તમારો સારો દીકરો નહીં બની શક્યો અને સેવા પણ કરી શક્યો નથી. પરંતુ બીજા જન્મમાં હું તમારો દીકરો બનીને આવીશ. નાના ભાઇ ભાણાને ભણાવજો અને સારો દરજ્જો અપાવજો, મને માફ કરજો. આ સુસાઇડ નોટમાં પોતાની પ્રેમિકાને સં સંબોધી હતી. તેમણે પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું છે કે, આ જીવનમાં આપણે સાથે નહીં રહી શક્યા તેનો અફસોસ છે, હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે અને મારા ગયા પછી તું દુઃખી થઇશ નહીં.

આ પણ વાંચો: મુખ્યમંત્રી કાર્યાલયમાં સફાઇ અભિયાન, આ કર્મચારીને કરવામાં આવ્યા ફરજમુક્ત

ADVERTISEMENT

આ કારણે ગયો હતો જેલ
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદાના વતની 23 વર્ષીય અવિનાશ સામુદર ઔરંગાબાદમાં મેડિકલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. સુરત શહેરના અડાજન ખાતે રહેતી 17 વર્ષીય કિશોરી સાથે લગ્ન પ્રસંગમાં અવિનાશની મુલાકાત થઈ હતી. દરમિયાન બને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. અવિનાશએ યુવતીને સુરતથી મુંબઇ બોલાવી બંને ઓરંગાબાદ ભાગી ગયા હતા. ત્યાં ભાડાના મકાનમાં ચાર મહિના રહ્યા હતા.દરમિયાન કિશોરીને બે માસનું ગર્ભ પણ રહી ગયો હતો. કિશોરીના પરિજનોએ અવિનાશ વિરુદ્ધ અડાજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અવિનાશ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો મુજબનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT