લોકાર્પણ પહેલા વિકાસનો 2 કરોડનો ખર્ચ થયો કડકભૂસ, તાપીમાં તૈયાર થઈ રહેલો પૂલ ધરાશાયી

ADVERTISEMENT

gujarattak
social share
google news

તાપી: ગુજરાતમાં હજુ મોરબી બ્રિજ કાંડ હજુ આંક સામે આવી રહ્યો છે. મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના બની ત્યારે રાજ્યના વિવિધ બ્રિજને લઈ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતું હવે જાણે કોઈ ઘટના ઘટી જ ન હોય તેમ તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ દરમિયાન આજે તાપીમાં મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે. લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

તાપીમાં મીંઢોળા નદી પર પુલ તૈયાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હજુ પુલ તૈયાર થઈ રહ્યો હતો ત્યાં જ પુલ તૂટી પડતાં લોકોના જીવ તાળવે ચોંટયા છે. જો પુલ શરૂ થઈ ગયો હોત અને ત્યાર બાદ જો ઘટના ઘટી હોત તો મોરબી બ્રિજકાંડ જેવી વધુ એક વખત ઘટના ઘટી હોત. બીજી તરફ પૂલને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. પૂલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.

2 કરોડનો ખર્ચ પાણીમાં
આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પૂલ તૂટી પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. લોકાર્પણ પહેલા પૂલ તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ આ પૂલને બનાવવાનું કામ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. વાલોડના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે આ પૂલ બનાવવામાં આવી રહ્યો હતો. આ પૂલનું કામ લગભગ 95% થી વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું. જોકે, લોકાર્પણ પહેલા જ આ પૂલ ધરાશાયી થયો છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT