દિલ્હીની એક પાર્ટી ગરબાને બદલે રાજકારણ રમવા આવી છે તે સફળ નહી થાય
અમદાવાદ : દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલની ઝાટકણી કાઢી હતી. સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને…
ADVERTISEMENT
અમદાવાદ : દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલની ઝાટકણી કાઢી હતી. સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને ભ્રમિત કરે છે. દિલ્હીથી આવેલા લોકો ચૂંટણી રમવા આવ્યા છે પરંતુ તેઓ જીતવા માટે આવ્યા નથી. આમ આદમી પાર્ટી ગુજરાતીઓના દિલ્હીમાંથી મોદીને કાઢી નહીં શકે. મફલર પહેરેલા ભાઈ કાશી ગયા હતા મોદીને હરાવ્યા હતા. ત્યાંની જનતાએ વડાપ્રધાનને જીતાડ્યા હતા. અહીં મેટ્રો અને વંદે ભારત ટ્રેન ચાલુ થઈ હતી. જ્યારે દિલ્હી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ ખરીદવામાં ભ્રષ્ટાચાર થયો હતો.
નર્મદા યોજનાનો વિરોધ કરનારા લોકો ગુજરાતમાં રાજકારણ રમવા આવ્યા છે
દિલ્હીથી રમતા રમતા આવેલા લોકોએ એવા લોકોને માળા પહેરાવી જેણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો હતો. આજે છઠના દિવસે હું માતા પાસે ગુજરાત વિરોધી તત્વોને દંડવા માંગુ છું. દિલ્હીમાં 690 ઝૂંપડપટ્ટી અને પીવાના પાણીની ભારે અછત છે. સંગમવિહાર આવો જ એક વિસ્તાર છે.
હેલ્લો કમલશક્તિ કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું
હેલ્લો કમલશક્તિ કાર્યક્રમના લોન્ચિંગમાં સ્મૃતિ ઇરાની હાજરી રહ્યા હતા. આ પ્રસંગે સ્ટેજ પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, સાંસદ દર્શના જરદોષ, મહિલા મોરચાના હોદ્દેદારો સાથે તેઓ ગરબા પણ રમ્યા હતા. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકા સરડવાએ સ્મૃતિ ઇરાણીનું માતાજીની મૂર્તિ અને તલવાર આપી સ્વાગત કર્યું હતુ. સ્મૃતિ ઈરાનીએ એક નાની બાળકીને દુર્ગાની મૂર્તિભેટ આપી હતી.
ADVERTISEMENT
માયાબહેન કોડનાની ભાવુક થયા
આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની પણ હાજર રહ્યા હતા. તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌથી જુના મહિલા મોરચાના સભ્ય તરીકે માયાબેન કોડનાનીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે શાલ ઓઢાડીને તેમનુ સ્વાગત કરતા માયાબહેન ભાવુક થઇ ગયા હતા.
ADVERTISEMENT