VADODARA માં સિંહ સિંહણની જોડી તુટી, સૌથી મળતાવડા સિંહના મોતથી ભારે શોક

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક/વડોદરા : વડોદરા શહેરના પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહનું મોત નિપજ્યું છે. સૌથી જુના માનવામાં આવતા આ પ્રાણી સંગ્રહાલયમા સિંહ અને સિંહણની જોડી ખંડીત થઇ છે. સિંહનું નામ સમ્રાટ હતું જ્યારે સિંહનું નામ સમૃદ્વિ છે. આ સિંહ-સિંહણના જોડામાંથી આજરોજ સમ્રાટ નામના સિંહનું દુ:ખદ અવસાન થયું છે. ખુબ જ સૌમ્ય અને શાંત સ્વભાવનો આ સિંહ વનકર્મચારીઓનો પણ લાડકો હતો.

સિંહનું આગમન પ્રાણીસંગ્રહાલય માટે અભુતપુર્વ ક્ષણ હતી
3 દિવસથી સિંહ સમ્રાટની તબિયત ખુબ જ ખરાબ હતી. જેના કારણે વધારે સારવાર માટે તેને આણંદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. ડોક્ટર્સની ટીમ દ્વારા તેને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ સિંહ આખરે જીવન સામેની જંગ હારી ગયો હતો. જ્યારે સમ્રાટ સિંહ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો ત્યારે જેટલો ખુશીનો માહોલ હતો. એટલો જ આજે પ્રાણી સંગ્રહાલયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિંહને સન્માન અંતિમ વિદાય આપવામાં આવી
સરકારની ગાઈડલાઈન અનુસાર સમ્રાટ સિંહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેની અંતિમ વિધિ કરાઇ હતી. આ અંગે પ્રાણી સંગ્રહાલયના શુ ક્યુરેટરે જણાવ્યું કે, સમ્રાટ સિંહને 10 ડિસેમ્બર 2021માં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો. યંગ સિંહ સિંહણ હોવાને કારણે તેમનું નામકરણ પણ કરાયું હતું. પ્રાણીસંગ્રહાલય દ્વારા સિંહ અને સિંહણને સમ્રાટ અને સમૃદ્વિ નામ અપાયા હતા.

ADVERTISEMENT

ખુબ જ મળતાવડા સ્વભાવનો સિંહ સમગ્ર સ્ટાફનો લાડલો હતો
સમ્રાટ સિંહ અહીંના કિપર સાથે ખુબ જ સરળતાથી અને ઝડપથી ભળી ગયો હતો. કિપરના કહ્યા પ્રમાણે સમ્રાટ વર્તન પણ કરતા શીખી ગયો હતો. ખાધા-ખોરાકે પણ તે એકદમ ફિટ હતો. જો કે તેને થ્રોનિક કિડની ડિસીઝ હોવાને કારણે તેની તબિયત સારી જ ન થઇ શકી અને આખરે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

કિડનીને લગડી બિમારી વધી જવાના કારણે મોત નિપજ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ-ચાર દિવસથી તેણે ખોરાક ન લેતા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સીરીમ ક્રિઈટિઝમ જેવા તમામ કારકો અતિશય વધી ગયા હતા. જેથી ડોકટરનો સંપર્ક કરી સમ્રાટની સારવાર શરૂ કરાવી હતી. જો કે તેને વધારે સારવારની જરૂર હોવાથી તેને આણંદ લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT