માં તારું કાળજું ન કંપ્યુ! નિષ્ઠુર જનેતાએ દોઢ માસના બાળકની કરી હત્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Amreli News: ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડાના વા પણ આ કહેવત એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી છે. જનેતાએ પ્રેમી સાથે રહેવા માટે પોતાના જ દોઢ માસના બાળકને મોતને ઘાટ ઉતારી દીધું છે.
ADVERTISEMENT
Amreli News: ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડાના વા પણ આ કહેવત એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી છે. જનેતાએ પ્રેમી સાથે રહેવા માટે પોતાના જ દોઢ માસના બાળકને મોતને ઘાટ ઉતારી દીધું છે. ચોંકાવનારી આ ઘટના બાબરા તાલુકાના વાવડા ગામની છે, જ્યાં પ્રેમ સંબંધને કારણે માતાએ કરેલી આ ક્રૂરતાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે
બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી હત્યા
દાહોદ જિલ્લાના મૂળ રહેવાસી મનીષાબેન બામણીયાએ પ્રેમ સંબંધની વળગણમાં આવીને પોતાના દોઢ માસના માસુમ બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી હત્યા કરી નાખી છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદયવિદારક કૃત્ય કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ હત્યાના ઘટનાક્રમ મુજબ, મનીષાબેનના દોઢ માસના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
બાળકને કાંટો સમજી હટાવ્યું
આ મામલામાં પોલીસે વધુ તપાસ કરતા મનીષા બામણીયાના પ્રેમ સંબંધ અને તેના કારણે પતિ સાથે થયેલા ઝઘડાને કારણે તેણે આ કૃત્યને અંજામ આપ્યો હતો. પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ. તે મર્યાદાના કારણે તેણે પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે આ અત્યંત નિર્દયી ઘટના બની છે.
ADVERTISEMENT
પોલીસને નિષ્ઠુર માતાની કરી હત્યા
આ બાબતની જાણ થતા સ્થાનિક પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. માતા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્દોષ બાળકના મોતથી ગામ સહિત સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી છે. પ્રેમમાં આંધળી થઈને પોતાના પ્રેમીને પામવા પોતાના જ વ્હાલસોયા દોઢ મહિનાના દીકરાની ક્રૂર રીતે હત્યા કરી તેનો ભેદ બાબરા પોલીસે ઉકેલીને નિષ્ઠુર માતાની ધરપકડ કરીને સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉંચકીને માતાના રિમાન્ડ મેળવીને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
રિપોર્ટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT
ADVERTISEMENT