અમદાવાદમાં ઈન્ફ્લૂએન્ઝાનો નવો વેરિયન્ટ H3N2 આવ્યો સામે, જાણો શું છે લક્ષણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં એક બાદ એક બીમારી આવી રહી છે. ત્યારે અમદાવાદમાં નવો ઈન્ફ્લૂએન્ઝા વેરિયન્ટ H3N2 સામે આવ્યો છે. આ નવો ઈન્ફ્લૂએન્ઝા વેરિયન્ટ અમદાવાદ સહિત ભારતના અન્ય કેટલાક ભાગોમાં પણ સામે આવ્યો છે. જો કે, ફ્લૂ ગંભીર બીમારીનું કારણ નથી તેમ છતાં ઠીક થવામાં વધારે સમય લે છે.

અમદાવાદમાં ઘણા શહેરીજનો બે અથવા ત્રણ મહિનાથી ઉધરસ, શરદી અને તાવથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે તબીબી નિષ્ણાતોએ કહ્યું કે, આવતા અઠવાડિયાથી તાપમાન વધવાથી કેસમાં ઘટાડો થવાની શક્યતા છે. ફિઝિશિયન સભ્યોને ત્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓપીડીમાં 30થી 40 ટકા વધુ દર્દીઓ નોંધાયા છે.

જાણો શું છે ઈન્ફ્લૂએન્ઝા વેરિયન્ટ H3N2 ના લક્ષણો
સૌથી સામાન્ય લક્ષણો ઉધરસ, શરદી, તાવ, થાક અને ક્યારેક-ક્યારેક માથાનો દુખાવો છે. સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર વાયરલ તાવની સીઝન છે. પરંતુ આ વર્ષે ડોક્ટરોને ફેબ્રુઆરીના અંત સુધી આવા કેસ મળવાનું યથાવત્ રહ્યું હતું.

ADVERTISEMENT

દાખલ થવાની નથી જરૂર
ફિઝિશિયન ડો. મનોજ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે ‘એલર્જી, ફેફસાના રોગ અથવા ઓછી ઈમ્યૂનિટી ધરાવતા લોકોમાં અન્ય વાયરલ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. સતત બદલાતા હવામાનના કારણે એલર્જિક બ્રોન્કાઈટિસ પણ થાય છે. જે લાંબા સમય માટે ઉધરસનું પ્રાથમિક કારણ છે. જ્યારે ગંભીર ન્યૂમોનિયા અથવા એક કરતાં વધુ ઈન્ફેક્શન ધરાવતા લોકોને વધારે કાળજી અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

આ કારણે કેસમાં થયો ધરખમ વધારો
શહેરના પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલે રહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષની સરખામણીમાં આ સીઝનમાં બ્રોન્કાઈટિસ અને અસ્થમાના વધુ કેસ નોંધાયા છે. ‘ખરાબ હવા અને વાયરલ ઈન્ફેક્શનના કારણે હવામાનમાં ઝડપી ફેરફાર ઘણા નાગરિકોમાં ઉધરસનું કારણ બને છે.

ADVERTISEMENT

જાણો બાળકો પર કેટલી અસર
પીડિયાટ્રિશિયને આ મામલે કહ્યું કે, વાયરલ ઈન્ફેક્શનમાં ઉછાળાની બાળકો પર પણ વ્યાપક અસર થઈ છે. કેટલાક બાળકોને એક મહિના કરતાં વધુ સમયથી ઉધરસ છે. શહેરના પીડિયાટ્રિશિયન ડો. શક્લિ વાડલીવાળાએ જણાવ્યું હતું કે, કેટલાક બાળકોમાં H3N2ની સાથે એડેનોવાયરસ જોવા મળી રહ્યો છે. જે શ્વસન સંબંધિત બીમારીનું કારણ બને છે. ‘ઘણીવાર બાળકોમાં ફ્લૂના સામાન્ય લક્ષણો જોવા મળે છે પરંતુ તેમને રિકવર થવામાં થોડો સમય લાગે છે. ગળામાં દુખાવો અને તાવની સાથે ઉધરસ એ પ્રાથમિક લક્ષણો છે. મોટાભાગના કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નથી .

ADVERTISEMENT

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ ઘીના ભાવમાં કમરતોડ વધારો

હવે આવશે રાહતના સમાચાર
પીડિયાટ્રિશિયન ડો. દિપેશ પૂજારાએ કહ્યું હતું કે, રિપોર્ટ કર્યા વગર કોઈમાં H3N2 હોવાની ખબર પડતી નથી. પરંતુ તેને વ્યાપકપણે ફેલાતા ઈન્ફેક્શનમાંથી એક માનવામાં આવે છે. મુખ્યત્વે વાયરલ ઈન્ફેક્શનના કારણે છેલ્લા કેટલાક મહિનામાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. ક્રોસ ઈન્ફેક્શન પણ સામાન્ય રીતે જોવા મળે છે . સ્કૂલો અને મેદાનોના કારણે બાળકોમાં ફરીથી ઈન્ફેક્શન થવા તરફ નિષ્ણાતોએ ઈશારો કર્યો હતો. જો કે તાપમાનમાં વધારો થતાં કેસ ઘટી જશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે દિવાળીના અંતથી વાયરલ ઇન્ફેક્શન માટે OPDમાં વધારો નોંધાયો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT