શિક્ષણ ભરતી કૌભાંડ મુદ્દે થયો મોટો ખુલાસો, અધિકારીએ ખોટી રીતે પોતાની દીકરીને જ આપી નોકરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ ખેડાઃ ભરતી કૌભાંડો અત્યારે રાજ્યમાં જાણે સામાન્ય બની ગયા હોય એમ લાગી રહ્યું છે. તેવામાં 2009માં વિદ્યા સહાયકોની જાહેર થયેલી ભરતીમાં મેરિટ લિસ્ટ મુદ્દે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં RTI એક્ટિવિસ્ટ હસમુખ પટેલ અને ફરિયાદીના વકીલ જયેશ તલાટીએ મીડિયા સાથેની વાતચીતમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું કે બોગસ દિવ્યાંગનું સર્ટિફિકેટ આપીને અધિકારીની દીકરીને નોકરી આપવામાં આવી હતી. વળી આ કૌભાંડમાં તત્કાલિન ડીપીઓ ક્લાર્ક, શિક્ષક અને કોમ્પ્યુટર ઓપરેટસર સહિતના લોકો સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે 2009માં વિદ્યા સહાયકોની ભરતી જાહેર થઈ હતી. તેમાં મેરિટ લિસ્ટ મુદ્દે કૌભાંડ થયું હોવાની માહિતી બહાર આવી હતી. જેમાં 13 વિદ્યા સહાયકોની ખોટી ભરતી મુદ્દે કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેવામાં હવે નડિયાદ પોલીસ સ્ટેશને માત્ર ડીપીઓ સામે જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે બોગસ નોકરી મેળવનારા ઉમેદવારો અને અધિકારીઓ સામે ફરિયાદ કરવાની પણ માગ ઉઠી હતી. પરંતુ પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અધિકારીની દીકરીને બચાવવા માટે અન્ય અધિકારીઓ દ્વારા અત્યારસુધી તપાસને લંબાવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2017માં ફરિયાદ દાખલ કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કરતા પાંચ વર્ષ પછી PI દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી હતી.

ADVERTISEMENT

જાણો સમગ્ર કૌભાંડ વિશે…
વર્ષ 2009માં વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ હતી. તેમાં ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા વિદ્યા સહાયક ભરતીમાં કુલ 141 વિદ્યા સહાયકોની ભરતી માટેની જાહેરાત 21 ડિસેમ્બર 2009ના દિવસે અપાઈ હતી. જોકે ત્યારપછી આ ભરતીમાં પસંદગી પામેલા વિદ્યા સહાયકોની નિમણૂકને પાંચ વર્ષ પૂર્ણ થતા કચેરી દ્વારા નિયમિત પગાર ધોરણમાં સમાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ નિયમિત પગાર ધોરણની મેરિટ યાદી બહાર આવી અને કૌભાંડની અટકળો શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે 10 વિદ્યા સહાયકોની નિમણૂક થઈ હોવાની મેરીટ યાદી બહાર પાડવામાં આવી હતી. જ્યારે અન્ય લોકોને વેઈટિંગ લિસ્ટમાં રખાયા હતા. જોકે આ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી કે આ પસંદ થયેલા 10 વિદ્યા સહાયકોના નામ મેરીટ યાદી કે પછી વેઈટિંગ લિસ્ટમાં હતા જ નહીં. જોકે ફેબ્રુઆરી 2016ના દિવસે તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન.બામણીયા દ્વારા વિદ્યા સહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT