શ્રદ્ધા હત્યાકાંડ કરતા પણ ગંભીર કેસ દહેગામમાં બન્યો, બ્લેન્ડરથી પત્નીનું ગળુ કાપ્યું
અમદાવાદ : દહેગામના પાલૈયા ગામમાં દંપત્તી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ ગ્રાઇન્ડર મશીનથી પોતાની પત્નીનું ગળુ કાપી નાખતા ચકચાર…
ADVERTISEMENT
અમદાવાદ : દહેગામના પાલૈયા ગામમાં દંપત્તી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ ગ્રાઇન્ડર મશીનથી પોતાની પત્નીનું ગળુ કાપી નાખતા ચકચાર મચી ગઇ હતી. જો કે હત્યા કર્યા બાદ પતિને પણ પસ્તાવો થયો હોય કે જે કાંઇ પણ થયું હોય પોતાના ગળા પર પણ ગ્રાઇન્ડર મશીન ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને ગંભીર સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઘટના અંગેની જાણ પોલીસને ઘટના સ્થળે પહોંચ્યા બાદ થઇ
આ ઘટનાની જાણ દહેગામ પોલીસને ઘટના સ્થળે પહોંચ્યા બાદ થઇ હતી. આરોપી પતિ પોતાની પત્ની પર શંકા રાખીને ગુનો આચરતો હતો. આ મુદ્દે પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. અત્રે નોંધનીય છે કે, દહેગામના પાલૈયામાં રહેતા દિનેશભાઇ પ્રહલાદભાઇ ચૌહાણ પોતાની પત્ની ગીતાબેન બે પુત્રો અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.
નાનકડા ગામમાં ઘટના બનતા ચકચાર મચી
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ગામ લોકોનાં ઘટના સ્થળ પર ટોળેટોળા એકત્ર થઇ ગયા છે. પોલીસ કાફલો પણ ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. હાલ હત્યા કરનાર દિનેશ ચૌહાણની પણ સ્થિતિ ગંભીર છે. તેની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT