RAJKOT માં જુગાર નહી રમવા જેવી સામાન્ય બાબતે સોહિલ મેમણ નામના શખ્સની હત્યા
રાજકોટ : ગુજરાતમાં અસામાજિક તત્વોમાં પોલીસનો હવે કોઇ જ ખોફ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વો બેખોફ બની ગયા છે. પોલીસના જરા…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાતમાં અસામાજિક તત્વોમાં પોલીસનો હવે કોઇ જ ખોફ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વો બેખોફ બની ગયા છે. પોલીસના જરા પણ ડર વગર તેઓ મનફાવે તે પ્રકારે મનમાની કરતાજોવા મળે છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં આ સ્થિતિ ખુબ જ વિપરિત જોવા મળી રહી છે.
રાજકોટ પોલીસ દ્વારા સબ સલામતના દાવાની વધારે એકવાર પોલ ખુલી
રાજકોટમાં પોલીસના કંટ્રોલમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તો રહ્યા જ નથી પરંતુ સ્થિતિ એવી બની છે કે, દારૂડીયા અને જુગારીઓ પણ હવે પોલીસના કાબુમાં નથી. આજે રાજકોટમાં સોહીલ મેમણ નામના એક વ્યક્તિની હત્યા થઇ ગઇ હતી. આ હત્યા સામાન્ય જુગાર રમવા જેવી બાબતે હત્યા થઇ ગઇ હતી.
જુગાર રમવાનો ઇન્કાર કરવાને કારણે હત્યા કરી દેવાઇ
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં 25 વારિયા ક્વાર્ટર્સ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. જુગાર રમવાનો ઇન્કાર કરતા ત્રણ વ્યક્તિઓ સોહિલ પર તુટી પડ્યા હતા. જુગાર નહી રમવા જેવી સામાન્ય બાબતે સોહિલની હત્યા થઇ ગઇ હતી. ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. બીજી તરફ પોલીસના સબ સલામતના દાવાની પોલ પણ ખુલી ગઇ છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી આટોપવામાં લાગી હતી. ત્રણ શંકાસ્પદોને ઝડપી લેવા માટે કાર્યવાહી આરંભી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT