Earthquake: કચ્છમાં ફરી ધરતીકંપ, 4.7ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

ADVERTISEMENT

Earthquake in Kutch
Earthquake in Kutch
social share
google news
  • ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર
  • ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ
  • જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી

Earthquake in Kutch: ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. તેની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 21 કિલોમીટર દૂર હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂકંપમાં 4.45 અનુભવાયો હોવાની પણ માહિતી છે. જે ભૂકંપનો કેન્દ્રબિંદુ ભારત અને પાકિસ્તાનની બોર્ડર તરફ નોંધાયો છે. જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી.

ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો

ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘર અને
ઓફિસની બહાર દોડી નીકળ્યા હતા.

ADVERTISEMENT

થોડા દિવસો પહેલા દિલ્હી-NCRમાં પણ અનુભવાયા હતા આંચકા

થોડા દિવસો પહેલા દિલ્હી-NCR, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી હતી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. હિંદુકુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી.

ભૂકંપ આવે તો શું કરવું ?

જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT