શિક્ષકનો વિદ્યાર્થીનીને પ્રેમ પત્ર હું વેકેશનમાં તને ખુબ જ મિસ કરીશ ફોન મળે તો મને ફોન કરજે

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : યુપીના કન્નોજમાંથી એક વિચિત્ર પરંતુ પરેશાન કરનારા સમાચાર આવ્યા છે. અહીં પ્રાઇમરી શાળાના શિક્ષકે પોતાની જ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર પોતાનું દીલ હારી બેઠા. શિક્ષક છાત્રા પર કંઇક એ પ્રકારે ફીદા થયા કે પરિવારના લોકોને પણ ધમકાવવા લાગ્યા. જેના પગલે પીડિત પરિવારે ન્યાયની અપીલ કરી છે. બીજી તરફ જિલ્લામાં આ કેસ સમાચારોમાં છે.

કન્નોજ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી
કન્નોજના એક ગામમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કે તેની 14 વર્ષની પુત્રી 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. આ શાળાના એક શિક્ષકે શાળા છુટે તે પહેલા પોતાની પુત્રીને એક પત્ર આપ્યો. જેમાં તેણે પુત્રીને મળવા માટે બોલાવવા સહિતની અનેક અશોભનીય વસ્તુઓ લખી હતી.

વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષકને પુછતા તેણે ગેરવર્તણુંક કરી
આ અંગે માહિતી મળતા પરિવારના લોકો પરેશાન થઇ ગયા હતા. વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષકનો સંપર્ક કર્યો હતો. આ અંગે શિક્ષક વિદ્યાર્થીનીઓના પિતા પર જ ભડક્યા હતા. આરોપ છે કે, વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે શિક્ષકે ગેરવર્તુંક કરી હતી. આ મુદ્દે હાલ તો તેના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ADVERTISEMENT

શિક્ષકે લખેલા પત્રના કેટલાક અંશો…
હું તને ખુબ જ પ્રેમ કરૂ છું. વેકેશનમાં તારી ખુબ જ યાદ આવશે. હું તને ખુબ જ મિસ કરીશ. જો તને ફોન મળે તો મને ફોન કરજે. વેકેશન પડે તે પહેલા તને એકવાર મળવાની ઇચ્છા છે. મને વિશ્વાસ છે કે તું પ્રેમ કરતી હઇશ તો જરૂર આવીશ. જો હું તને 8 વાગ્યે શાળાએ બોલાવું તો તું વહેલી શાળાએ આવી શકીશ. જો તુ આવી શકે તેમ હોય તો મને કહી દેજે હું તને ઘણી વાતો કરવા માંગુ છું. આ સાથે જ શિક્ષકે આજીવન એક બીજાના રહેવા માટેનો ઉલ્લેખ પણ કર્યો છે. ત્યાર બાદ તે લખે છે કે, આ પત્ર વાંચીને ફાડી નાખજે અને કોઇને દેખાડીશ નહી.
(તસવીર પ્રતિકાત્મક છે)

    follow whatsapp

    ADVERTISEMENT