સાવજે 3 માસના બાળકનો શિકાર કર્યો, સમગ્ર વિસ્તારમાં વન વિભાગનું રેડએલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી : જિલ્લામાં સિંહોની ઘટના સતત વધી રહી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લટાર મારતા જોવા મળી રહ્યા છે. ગઇકાલે સાંજે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં ભટકી રહેલા સિંહે 3 વર્ષના બાળકને ઉઠાવી લેતાચકચાર મચી ગઇ હતી. પરિવાર વાડીએથી પરત આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પરિવારની નજર સામે જ સિંહ બાળકને ઉઠાવીને લઇ ગયો હતો. આ ઘટનામાં નીતિન રાકેશભાઇ મેહડા નામના બાળકનું મોત નિપજ્યું હતું. સાવરકુંડલાના વન વિભાગને માહિતી મળતાની સાથે જ કાફલો ઘટના સ્થળે બીજી તરફ સાવરકુંડલા વન વિભાગને આ અંગે માહિતી મળતાની સાથે જ સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાળકની શોધખોળ આદરી હતી. જેમાં મધરાત્રે બાળકના માથાનો અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સતીષભાઇ લાલજીભઆઇ સુહાગિયાની વાડી વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. સાવજ સામાન્ય માનવમાંસ ખાતો નથી, હૂમલો કરે છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં સિંહે 3 વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. પરિવારજનોની હાજરીમાં સિંહે બાળકનો શિકાર કર્યો હતો. પરિવારની હાજરી છતા સિંહ બાળકને લઇને ફરાર થઇ ગયો હતો. હાલ તો વન વિભાગ દ્વારા નરભક્ષી થઇ ચુકેલા આ સિંહે પાંજરે પુરવાની કાર્યવાહી ચાલુ કરી છે જેથી માનવ લોહી ચાખી ચુકેલો સિંહ વધારે લોકોને પોતાનો શિકાર ન બનાવે. સામાન્ય રીતે સિંહ માણસોનો શિકાર કરતો નથી. જો કે ક્યાંકથી ખીજાયેલો હોય તેવી સ્થિતિમાં હુમલો કરે છે પરંતુ માનવમાંસ ખાતો નથી. જો કે આ કિસ્સામાં માનવ માંસ ખાધુ હોય તો તેને પકડીને પાંજરે પુરવો જરૂરી બને છે. આ અંગે વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT