હાઇકોર્ટના ચીફ જસ્ટિસે દિલ જીત્યું! શરૂ ભાષણે મંડપનો પડદો ઉડ્યો છતાં....
ભારે પવન ફૂંકાતા મંડપનો પડદો ઉડ્યો અને તડકો પાડવા લાગ્યો છતાં તેમણે પોતાનું વકતવ્ય શરૂ રાખ્યું
ADVERTISEMENT
A League Service Camp Will Be Held In Ambaji: આજ રોજ અંબાજી ખાતે આદિવાસી લોકોના લાભાર્થે લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં બનાસકાંઠા કાનૂની સેવા સતા મંડળના ચેરમેન અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે હાજરી આપી હતી.
ચીફ જસ્ટિસના ચાલુ ભાષણે પડદો ઉડ્યો
આ કાર્યક્રમ દરમિયાન એક એવી ઘટના બની જેને સૌ કોઈના દિલ જીતી લીધા. હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ જયારે આ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે ભારે પવન ફૂંકાતા મંડપનો પડદો ઉડ્યો અને તડકો પાડવા લાગ્યો છતાં તેમણે પોતાનું વકતવ્ય શરૂ રાખ્યું. ઘટના સ્થળ પર વિવિઘ જજ સહીત મોટી સંખ્યામાં વકીલો જોડાયાં હતાં.
ADVERTISEMENT
સમગ્ર કાર્યક્રમમાં ન્યાય બાબતની ચર્ચા કરાઇ
આદીવાસી સમાજની મહિલાઓ અને આદીવાસી સમાજ માટે આ અંબાજી વિસ્તારને પસંદ કરાયો. આ કાર્યક્રમમાં
ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ દ્રારા વિવિઘ કિટો , ઈનામ રાશી લાભાર્થીને અપાઈ હતી ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં ન્યાય બાબતની ચર્ચા કરાઇ હતી.
ADVERTISEMENT
(ઇનપુટ: શક્તિસિંહ રાજપુત ,અંબાજી )
ADVERTISEMENT
ADVERTISEMENT