સુરેન્દ્રનગર સબ જેલમાં કિન્નર કેદીએ કર્યો આપઘાત, સાત દિવસ પહેલા યુવકને જીવતો સળગાવ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં જેલમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. અમરેલીમાં આરોપીએ જેલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર સબ જેલમાં આરોપી કિન્નર એ ગળેફાસો લગાવી આત્મહત્યા કરી છે.

સાત દિવસ પહેલા અનૈતિક સંબધ રાખવા બાબતે કિન્નરે યુવકને જીવતો સળગાવતા પોલીસ એ કિન્નરને ઝડપી પાડયો હતો. યુવકને જીવતા સળગાવવાના કેસમાં કોર્ટ દ્રારા કિન્નરને જેલ હવાલે કર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર સબ જેલની કોટડીમાં રાતના સમયે કિન્નરએ ગળેફાસો લગાવી આપધાત કરતાં ચકચાર મચી છે.

નર્મદા કેનાલ ઉપરથી સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનને કોણે સળગાવ્યો તે અંગે રહસ્ય ઘેરાયું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો હતો. યુવકને કિન્નરે મળવા બોલાવી પેટ્રોલ છાટી જીવતો સળગાવતા યુવકને સારવાર હેઠળ ખસેડાયો હતો.

ADVERTISEMENT

આ રીતે ભેદ ઉકેલાયો
પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે. જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ .જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.

કિન્નરે કરી હતી કબૂલાત
કિન્નરની પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને ભોગ બનનાર યુવક ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતો. અને ત્યાર બાદ આ સંબંધો બંધ થયા હતા. છતા ધીરૂ પરાલીયા પરાણે આવા સંબંધો રાખવા દબાણ કરતો હતો. વારંવાર આવી અનૈતિક સંબંધોથી કિન્નર સાનિયા કટાંળેલ જેથી તેણે રાતના 12/30 કલાકે ધીરૂ પરાલીયાને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પર સંબંધ બાંધવાના બહાને બોલાવ્યો હતો. અને તે બન્ને જણા ત્યા પોહોચતા ધીરૂ પરાલીયાએ છેડછાડ ચાલુ કરતા કિન્નર સાનિયાએ સંબંધો પુરા કરવા સમજાવતા વાત બગડી હતી. જેથી કિન્નર સાનિયા પહેલા થી જ તૈયારી સાથે આવેલ હોઇ બોટલમાં ભરેલ પેટ્રોલ ધીરૂ પરાલીયા પર છાટીને દીવાસળી ચાપી અને ત્યાથી ફરાર થયેલ અને દ્રારકા ભાગી ગયેલ.(વિથ ઈનપુટ: સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT