તિથળ દરિયામાંથી ગણેશજીની વિશાળ 80 કિલોની પ્રતિમા મળી આવી, મોટા પ્રમાણમાં લોકોનાં ટોળા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : તિથલ બીચના દરિયા કિનારેથી ખુબ જ પ્રાચીન મુર્તી મળી આવતા મળી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી આવી છે. આ વિશાળકાય પ્રતિમાનું આશરે 80 કિલો કરતા પણ વધારે વજન છે. ભગવાન ગણેશજીની ભવ્ય પ્રતિમા મળી આવતા લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મુર્તિ મળ્યા અંગે માહિતી મળતાની સાથે જ મોટા પ્રમાણમાં લોકો તિથલ ખાતે ઉમટી પડ્યા હતા. છે. પ્રાચીન પ્રતિકૃતિ હોય તેવી દેખાઈ રહી છે ગણેશજીની પ્રતિમા. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં દરિયામાંથી મળતા કુતુહલ સર્જાયું છે. ગણેશજીની પ્રતિમાને તિથલ ગ્રામમાં જ રાખવીની સ્થાનિકોની લાગણી છે.મુર્તિ મળ્યાની માહિતી મળતાની સાથે જ આ પ્રતિમાના દર્શન કરવા માટે સેંકડોની ભીડ એકત્ર થઇ ચુકી છે. જો કે આ મુર્તિ કઇ રીતે આવી તે અંગે હજી સુધી કોઇ પાસે પુરતી માહિતી નથી. તણાઈને આવી કે પછી કોઈ મુકી ગયું? હાલ તો આ પ્રતિમા કઇ રીતે આવી તે અંગે પણ મોઢા તેટલી વાતો છે.

જો કે સ્થાનિકોનો દાવો છે કે, આ પ્રતિમા ખુબ જ પ્રાચીન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ મળતી માહિતી અનુસાર લોકો અહીં જ દરિયા કિનારે મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. પ્રતિમાની બનાવટ ખૂબ જ સુંદર અને પૌરાણિક લાગી રહી છે. અત્યંત પ્રાચિન લાગતી આ મુર્તિ હાલનાં કારીગરોથી પણ ન બનાવી શકાય તેવી છે. જો કે આ મુર્તિ મનોજ ભાઈ નામનાં એક વ્યક્તિ દરિયા કિનારે રાત્રે જમ્યા બાદ આંટો મારવા માટે નિકળ્યા હતા. ત્યારે અચાનક તેમને આ પ્રતિમા અચાનક દેખાઇ હતી. જેથી તેમણે તત્કાલ પોતાના ઘરે તથા આસપાસના લોકોને જાણ કરી હતી. તત્કાલ દરિયા કિનારે સેંકડો લોકોની ભીડ એકત્ર થવા લાગી હતી. ત્યાર બાદ પ્રતિમાને બહાર કાઢીને જોતા ગણપતિ બાપાની પ્રતિમા હોવાનું સામે આવ્યું છે.

આ પ્રતિમા બાબતે લોકો એકત્ર થવા લાગ્યા હતા. ત્યાર બાદ બધાએ મુર્તિને એક સ્વચ્છ સ્થળે પધરાવી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે માહિતી મળતા સંબંધિત અધિકારીને જાણ કરી હતી અને પોતે પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે સ્થાનિક લોકોની માંગ છે કે, આ મુર્તિને અહીં જ રહેવા દેવામાં આવે. તેઓ અહીં જ ભગવાન ગણેશનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT