પંચમહાલમાં હાઇસ્કુલનો શિક્ષક 16 વર્ષીય વિદ્યાર્થીનીને લઇને ફરાર, રાયપુરથી ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ : શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલમાં શિક્ષણ જગતને શરમમાં મુકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાને હાઇસ્કુલનો જ શિક્ષક ભગાડી ગયો હતો. આ યુવતીનું શારીરિક શોષણ પણ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષક દ્વારા સગીરાનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષકે વિદ્યાર્થીનીને પ્રેમના પાઠ ભણાવ્યા
શહેરા પંથકની એક હાઇસ્કુલમાં ફરજ બજાવતો પરણિત અને અંદાજીત 44 વર્ષની વય ધરાવતો શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવય વિદ્યાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ ખુદ સગીરાની માતાએ શહેરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. જેના પગલે પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધી ટીમની રચના કરી કથિત આરોપી શિક્ષકની હાલ તો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

તરૂણીની માતાને પહેલાથી જ બંન્નેના સંબંધો વિશે માહિતી હતી
તરૂણીની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ત્રણ મહિના અગાઉ પોતાની સગીરવયની દીકરીના મોબાઇલમાં કેટલાક મેસેજ જોઇને તે અચરજ પામી ગઇ હતી. આ મેસેજ હાઇસ્કૂલના શિક્ષક નિમેષ મોતીભાઇ પટેલ મુળ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ગામનો વતની અને હાલ ગોધરામાં રહેતા હતા. જો કે આ બાબતે વિદ્યાર્થીનીની માતાએ ટકોર કરી હતી. થોડા દિવસ બધુ સમુસુતરુ ચાલ્યું. જો કે થોડા દિવસ બાદ શિક્ષક નિમેષ હજી પણ સગીરા સાથે સંબંધો યથાવત્ત જ રાખ્યા હતા.

ADVERTISEMENT

પોલીસે સતર્કતા રાખતા બંન્ને સમયસર ઝડપાઇ ગયા
11 સપ્ટેમ્બરે જો કે સગીરા શિક્ષક સાથે જતી રહી હતી. સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરા ખાતેના મકાને તપાસ કરતા નિમેષની પત્નીએ તેઓ રાત્રે કોઇ કામથી બહાર ગયા હતા ત્યાર બાદ તેઓ ઘરે પરત જ આવ્યા નહોતા. જેથી પોલીસની આશંકા વધારે પ્રબળ બની હતી. પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા ટેક્નિકલ સર્વેલન્સના આધારે છત્તીસગઢના રાયપુરથી બંન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT